મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા સીરામીક ઉદ્યોગપતિ સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ: 10 પેઢીઓ સામે નોંધાઈ ફરિયાદ


SHARE











મોરબીમાં રહેતા સીરામીક ઉદ્યોગપતિ સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ: 10 પેઢીઓ સામે નોંધાઈ ફરિયાદ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા અને વાંકાનેર તાલુકાની હદમાં ઢુવા અને માટેલ રોડ ઉપર જુદા જુદા બે કારખાના ધરાવતા સીરામીક ઉદ્યોગકાર સાથે ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં તેઓના બંને કારખાનામાંથી માલની ખરીદી કરીને રૂપિયા ન ચૂકવનારી 10 જેટલા વેપારી પેઢીના સંચાલકો સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે ઉદ્યોગકાર દ્વારા નોંધવામાં આવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની આસપાસમાં આવેલ સીરામીક કારખાનાઓમાંથી માલની ખરીદી કરવામાં આવ્યા બાદ વેપારીઓ અથવા તો વેપારી પેઢીઓ દ્વારા સીરામીક ઉદ્યોગકારો સાથે યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવે તેવું અગાઉ અનેક વખત બની ગયું છે તેમ છતાં પણ આજની તારીખે મોરબીના સિરામિક ઉદ્યોગમાં ક્રેડિટ ઉપર માલનું વેચાણ થતું હોય છે જેથી કરીને ઘણા બોગસ વેપારીઓ તેનો ગેરલાભ ઉઠાવીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા હોય છે આવો જ એક બનાવો હાલમાં સામે આવ્યો છે અને મોરબી જિલ્લામાં બે સીરામીકના કારખાના ધરાવતા સીરામીક ઉદ્યોગકાર સાથે 1.24 કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા સિરામિક ઉદ્યોગપતિ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ માણેક સોસાયટીમાં રહેતા ધીરજલાલ નારણભાઈ કાસુન્દ્રાએ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઢુવા પાસે અને માટેલ રોડ ઉપર તેમના બે સિરામિક કારખાને આવેલ છે જેમાં ન્યુ પર્લ વિન્ટ્રિફાઇડ તેમજ રેકસોના વિટ્રીફાઇડ નો સમાવેશ થાય છે અને આ બંને કારખાનામાંથી સમયાંતરે તેઓની સાથે સંકળાયેલા જુદી જુદી વેપારી પેઢીના સંચાલકો દ્વારા માલની ખરીદી કરવામાં આવી હતી અને ત્યારબાદ તે માલની ચૂકવવાની થતી રકમ ચૂકવવામાં આવેલ નથી જેથી કરીને તેઓની સાથે 1.24 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે જેથી હાલમાં ભોગ બનેલા આ ઉદ્યોગકારે વેપારી પેઢીના સંચાલકોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે

જે વેપારી પેઢીઓની સામે ફરિયાદ નોંધાય છે તેમાં શ્રી મંજુનાથા ટાઇલ્સ માર્ટ પ્રો. સદાશીવ ગ્રાઉન્ડ ફ્લોર એંસી ફુટ રોડ બેંગ્લોર કર્ણાટક, અજય સીરામીક પ્રો. કર્ણાટક, ન્યુ પેરલ સીરામીક પ્રો. બેંગ્લોર, પ્રીમીયમ ટાઇલ્સ એન્ડ સીરામીક પ્રો. બેંગ્લોર, સ્પ્લેન્ડીડ માર્કેટીંગ પ્રો વંદના રેડી બંડલા ફસ્ટ ફ્લોર સાઇટ નંબર એકસો 38/6 ન્યુ નંબર 5100/6 ખાતાનો એકસો બાણુ ભટારા હલ્લીવીલેજ કે. આર. પુરાબેંગ્લ, વી.એમ, ટ્રેડર્સ પાર્ટનર કેરલ, ટીલીચેરી ટ્રેડીંગ કોર્પોરેશન કેરલ, મોજેકો ટાઇલ્સ પ્રો . કેરલ, અરવિંદ ટાઇલ્સ પ્રો . ચેન્નાઇ તમીલનાડુ અને બાથ ક્રીયેશન પ્રો. છતીસગઢ વાળાનો સમાવેશ થાય છે જેથી કરીને તેની સામે આઇપીસી કલમ 420, 406 અને 114 મુજબ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News