મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાઇપાસ રોડે સિરામિક ટ્રેડિંગના ભાગીદારને ભાગીદારે છરીના ઘા ઝીકયા: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ


SHARE







મોરબીના કંડલા બાઇપાસ રોડે સિરામિક ટ્રેડિંગના ભાગીદારને ભાગીદારે છરીના ઘા ઝીકયા: બે મહિલા સહિત ચાર સામે ફરિયાદ

મોરબી શહેરના કંડલા બાઇપાસ રોડ ઉપર બોલાવીને કમિશનના રૂપિયા માંગતા યુવાનને બે મહિલા સહિત ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો અને ત્યારે તે યુવાનને છરીના બે ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે છરી વડે હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઑરડી પાસે આવેલ ગેલેક્સી સોસાયટીમાં રહેતા અને સિરામિક ટ્રેડિંગનું ભાગીદારીમાં કામ કરતાં શાહિદભાઈ સુભાનભાઈ મુલતાની (ઉંમર ૩૬) ને સંજયભાઈ શીવાભાઈ કાલાવાડીયા પાસેથી વેપાર ધંધાના કમિશનના ૪૦૦૦૦ રૂપિયા લેવાના હતા જે તેઓએ તેમની પાસે માંગતા સંજયભાઈ કાલાવાડીયાએ ફોન કરીને શાહિદભાઈને કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ ઉમા સ્ટીલ પાસે બોલાવ્યા હતા જેથી સાહિદભાઈ મુલતાની ત્યાં પોતાના રૂપિયા લેવા માટે ગયા હતા ત્યારે સંજયભાઈ કાલાવાડીયાએ તું રૂપિયાની ઉઘરાણી કેમ કરે છે તેવું કહીને ગાળો આપી હતી અને ત્યારબાદ પોતાની પાસે રહેલ છરીના બે ઘા ફરિયાદીને પેડુ અને પડખાના ભાગે ઝીકિ દીધા હતા અને સંજયભાઈની સાથે રહેલ તેના દીકરા રુદ્ર સંજયભાઈ કાલાવડીયા, પત્ની ફાલ્ગુનીબેન સંજયભાઈ કાલાવડીયા અને તેઓની સાળી ભાવનાબેને પણ તેને ગાળો આપીને સળિયા વડે માર મારી હતો અને જો રૂપિયા માંગીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી સંજયભાઈ કાલાવાડીયાએ આપી હતી જેથી ભોગ બનેલા શાહિદભાઈ મુલતાનીને સારવાર લઈને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત ચારની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે




Latest News