મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

કલેકટર ધ્યાન આપે : મોરબી પાલિકા લોકમેળો નહીં યોજે, ખાનગી મેળામાં લોકો લુંટાઇ નહીં તે માટે રાઇડ્સ અને ખાણીપીણીમાં ભાવ બાંધણુ કરવા લોકોની માંગ


SHARE







મોરબીમાં પાલિકા લોકમેળો નહીં યોજાઇ ?: ખાનગી મેળામાં લૂંટાવા માટે લોકો રહે તૈયાર !

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર નિમિતે સરકારી અને ખાનગી મેળાનું આયોજન કરવામાં આવે છે જેથી તહેવારોના દિવસોમાં લોકો મેળાની મજા માણવાની સાથોસાથ ફજત ફાળકામાં બેસવા સહિતનો આનંદ લૂટતા હોય છે અગાઉ મોરબીમાં એકી સાથે પાંચ પાંચ મેળાનું આયોજન કરવામાં આવતું હતું જો કે, આ વર્ષે પણ પાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું નથી જેથી કરીને નગરજનોને નાછૂટકે ખાનગી મેળામાં લૂંટાવવા માટે તૈયાર રહેશે

મોરબી પાલિકા દ્વારા અગાઉ જન્માષ્ટમી દરમ્યાન વિસીપરા વિસ્તારમાં આવેલ ધોળેશ્વર સ્મશાન પાસે લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું જો કે, તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ છે જેથી કરીને હવે મોરબીમાં મોટા ભાગે ખાનગી મેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં જુદીજુદી રાઈડ, રમકડાના સ્ટોલ, ખાણીપીણીના સ્ટોલ સહિતનું આયોજન કરવામાં આવે છે અને લોકોની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મેળાની મોજ માણવા માટે મોરબીવાસીઓ નાછૂટકે ત્યાં જતાં હોય છે ત્યારે આગું તો મોરબીમાં પાલિકા સહિત પાંચ પાંચ મેળાના આયોજનો કરવામાં આવતા હતા જો કે, આ વર્ષે પાલિકા દ્વારા મેળાનું આયોજન કરવામાં આવશે નહીં જેથી કરીને ખાનગી મેળાના સંચાલકોને લોકોને લૂંટવા માટેનો છૂટો દોર મળી જવાનો છે ત્યારે જિલ્લાના કલેક્ટર સહિતના જવાબદાર અધિકારીઓ દ્વારા ખાનગી મેળાને લૂંટ મેળો બનતા અટકાવવા માટે યોગ્ય કાર્યાવહી કરવામાં આવે અને તમામ વસ્તુઓનું ભાવ બાંધણું કરવામાં આવે તેમજ તેનો તહેવારના દિવસોમાં અમલ કરવામાં આવે છે કે કેમ તેના માટે ચેકિંગ કરવામાં આવે તે જરૂરી છે




Latest News