મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !


SHARE







વાંકાનેર નગરપાલિકા સુપર સીડ થતાં માર્કેટ ચોકમાં ભાજપે કરી આતિશબાજી !

મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવી છે જેથી કરીને અપક્ષ પાલિકાને સુપર સિડ કરવામાં આવતા આજે ભાજપના હોદેદારો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી અને સરકારના નિર્ણયને આવકારયો હતો

મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર નગરપાલિકામાં છેલ્લે યોજાયેલ સામાન્ય ચૂંટણી બાદ ત્યાં પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ સહિતના પદાધિકારીઓની જે વરણી કરવામાં આવી ત્યારથી જ આ નગરપાલિકા વિવાદનું ઘર બની ગઇ હોય તેમ વારંવાર કોઈને કોઈ કારણોસર વાંકાનેર નગરપાલિકા ચર્ચાનો વિષય બનતી હતી દરમિયાન થોડા દિવસો પહેલા સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી વાંકાનેર પાલિકાના પ્રમુખઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતોને લઈને કારણે દર્શક નોટિસો આપવામાં આવી હતી અને આ પાલિકાને ગમે ત્યારે સરકાર સુપર સીડ કરશે તેવા એંધાણો દેખાઈ રહ્યા હતા તેવામાં સરકારે શનિવારે મોડી સાંજે વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવા માટેનો આદેશ કર્યો હતો હતો જેથી કરીને પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ તાત્કાલિક અસરથી વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરને સીલ કરી હતી અને રેકોર્ડ બુક તથા ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આજે ભાજપના રાજભા ઝાલા સહિતના આગેવાનો દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરીને સરકારના આ નિર્ણયને એકમેકના મોઢા મીઠા કરવાનીને આવકારવામાં આવ્યો હતો અને પાલિકામાં અપક્ષની બોડીનું કુશાસન  સરકારના ધ્યાન ઉપર આવતા  સરકારે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કર્યો છે તેવી લાગણી વ્યક્ત કરી હતી






Latest News