મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મંદિરે મેળાનું મંત્રી રાઘવજીભાઇ અને બ્રિજેશભાઇએ કર્યું ઉદ્ઘાટન


SHARE







 

વાંકાનેરના જડેશ્વર મંદિરે મેળાનું મંત્રી રાઘવજીભાઇ અને બ્રિજેશભાઇએ કર્યું ઉદ્ઘાટન

શ્રવણ મહિનામાં શિવા ભક્તો દ્વારા શિવાજીનું દુધાભીષેક, બીલીપત્ર, પુષ્પ, અબીલ ગુલાલથી પૂજન આર્ચન કરવામાં આવતું હોય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળા યોજવામાં આવે છે પરંતુ સૌ પ્રથમ મેળો મોરબી જીલ્લામાં આવેલ રતન ટેકરી ઉપર બિરાજતા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાઈ છે આવી જ રીતે આ વર્ષે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ અને મંત્રી બ્રિજેશભાઇ મેરજા દ્વારા કરવામાં આવ્યુ હતુ અને બે દિવસીય મેળાની લોકો મજા માણશે તે ઉપરાંત શિવાજીનું પૂજન અર્ચન પણ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો કહેવામાં આવે છે અને શિવભક્તો આ મહિનામાં શિવ માય બની જાય છે જો કે, શ્રાવણ મહિનામાં જુદાજુદા શહેરોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોચે પરંતુ ભારતમાં સૌ પ્રથમ લોકમેળો મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં સજનપર ગામથી આશરે ૩ કિમિ દૂર આવેલા જડેશ્વર મહાદેવ કે જે રત્ન ટેકરી ઉપર સ્વયંભૂ પ્રગટ થયા છે. તેના સાનિધ્યમાં યોજાઈ છે આ મેળાનું આ વર્ષે  આયોજન કરવામાં આવ્યું છે જેનું મંત્રીઓ દ્વારા રવિવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને જિલ્લા પંચાયતના ચેરમેન હિરાભાઇ ટમારીયા અને જયંતિભાઇ પડસુંબિયા, કિરીટભાઇ અંદરપા, કિશોરસિંહ ઝાલા સહિતના આગેવાનો તેમજ મહંત રતિલાલજી રવિશંકર ત્રિવેદી અને લઘુમહંત જીતેન્દ્રભાઈ ત્રિવેદી સહિતના હાજર રહ્યા હતા વાંકાનેર, મોરબી તથા ટંકારા તાલુકાના ત્રીભેટ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીની પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં લોકો ઉમટી પડ્યા હતા અને બે દિવસીય મેળાનો લાભ લેવા મંત્રીઓ દ્વારા ભક્તોને અનુરોધ કરવામાં આવેલ હતો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત પણ રાખવામાં આવે છે




Latest News