મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં લાગેલી આગ કાબુમાં: કરોડોનું નુકશાન


SHARE







મોરબીની અજંતા ઓરેવા કંપનીમાં લાગેલી આગ કાબુમાં: કરોડોનું નુકશાન

મોરબી નજીક આવેલ અજંતા ઓરેવા કંપનીમાં ગઇકાલે વહેલી સવારે સાડા ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ વિભાગમાં આગ લાગી હતી અને ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું જેથી કરીને મોરબી અને રાજકોટથી ફાયરની ટીમો બોલાવવામાં આવી હતી અને લગભગ ૧૨ કલાક સુધી ફાયરની તમે કામ કર્યું પછીઓ આગ કાબુમાં આવી હતી અને આ અંગે અજંતા ઓરેવાના દિપકભાઈ પારેખે જણાવ્યું હતું શોર્ટ સર્કિટ થવાથી કંપનીમાં આગ લાગી હતી અને કલર શોપમાં રહેલા થિનર અને પ્લાસ્ટિક મટીરીયલને કારણે આગ વિકરાળ બની ગઈ હતી અને આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કરોડો રૂપિયાનું નુકશાન થયું છે વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, તા ૧૫ ના રોજ સવારે ચારેક વાગ્યાના અરસામાં મોલ્ડીંગ અને કલરશોપ વિભાગમાં આગ લાગી હતી અને મોરબી ફાયર બ્રિગેડ વિભાગના હિતેશભાઈ સહિતનો કાફલો ૩ ફાયર ફાઈટર, આઇસર, ટ્રેકટર સહિતના સરંજામ સાથે કારખાને આવ્યો હતો જો કે, આગ વિકરાળ હોવાથી તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને આગા ઉપર કાબૂ મેળવવામાં આવ્યો છે જો કે, આ ઘટનાથી કંપનીને કરોડોનું નુકશાન થયું છે






Latest News