મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વતંત્રતા પર્વથી વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો


SHARE







મોરબીમાં સ્વતંત્રતા પર્વથી વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો

ગઇકાલે ભારત દેશના ૭૫ માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહિલાઓના ઉત્થાન માટે કામ કરતી મોરબીની વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ગંગાસ્વરૂપ સહાય સમિતિના સહયોગથી જરૂરતમંદ મહિલાઓને ઘેરબેઠા રોજીરોટી મળે તેવા હેતુસર નજીવી ફી લઇ સિલાય કામ શીખડાવવા માટે વાત્સલ્ય સીવણ કલાસ શરૂ કરવામાં આવ્યો છે આ કલાસ ગંગાસ્વરૂપ સહાય સમિતિના સહયોગથી શરૂ કરવામાં આવેલ છે. ગંગાસ્વરૂપ સમિતિ દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણની સહાય તેમજ ગરીબ દીકરી ના લગ્ન, આદિવાસી સમાજના ઉત્થાન માટેના અનેક કાર્યો અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. જેમાં સીવણ ક્લાસ શરૂ કરી મદદરૂપ થવા માટે આજરોજ આ છઠ્ઠા સીવણ ક્લાસને પોતાનો સહયોગ આપેલ છે. વાત્સલ્ય સીવણ ક્લાસમાં હાલ ૨૦ મહિલાઓ દ્વારા નામ નોંધણી કરાવવામાં આવી છે. આ પ્રસંગે ગંગાસ્વરૂપ સહાય સમિતિના દાતા દેવકરણભાઈ આદ્રોજા તેમજ તેમના ધર્મપત્ની અને બાલુભાઇ કડીવાર આ સમિતિના સદસ્ય ઉપસ્થિત રહેલ હતા અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં શિક્ષણમાં આરોગ્યમાં તેમજ ગરીબ દીકરીઓના સમૂહ લગ્નમાં કાર્ય કરેલ છે ત્યારે હવે મહિલાઓને ઘર બેઠા રોજગારી આપવા માટે આ શુભ કાર્ય શરૂ કરેલ છે.






Latest News