મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ


SHARE







વેદોનો ગુજરાતી અનુવાદ કરનારા ટંકારાના પ્રોફેસર દયાલ મુનિજીએ આર્ય સમાજને આપી 10 લાખની સ્મૃતિભેટ

ટંકારા માં વેદનું ગુજરાતી ભાષાંતર કરનારા પ્રો.દયાલ મુનીજી દ્વારાપત્ની ના નિધન થતાં શ્રદ્ધાંજલી રૂપે આર્ય સમાજ (ત્રણ હાટડી) ને10 લાખનું યોગદાન અપાયેલ છે આર્ય સમાજ ટંકારા (ત્રણ હાટડી શેરી) માં શ્રી દયાલ મુનિજી આર્યના ધર્મપત્ની સ્મૃતિશેષ વસંતબેન દયાળજીભાઈ પરમાર ના અવસાન નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા યોજાયેલ

જેમાં અનેક આર્ય મહિલાઓ ,આર્ય સદસ્યો તથા પરમાર પરિવારના પરિવારજનો દ્વારા વસંતબેનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ઉપરાંત ગુજરાતની અને ગુજરાત બહારની અનેક આર્ય સમાજમાં વસંતબેનની યાદમાં શાંતિ યજ્ઞ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયા હતા ગુજરાતભર ની આર્ય સમાજ દ્વારા શોક સંદેશ પાઠવવામાં પણ આવ્યા હતા, આ કાર્યક્રમ માં દયાલ મુનિજી દ્વારા નિર્મિત વેદ નું ગુજરાતી અનુવાદ તથા તેમના દ્વારા લખાયેલું સાહિત્ય અને આયુર્વેદના પુસ્તકો તેમના દ્વારા કરવામાં આવેલ અનુવાદો, સંપાદન ની તમામ ભૂમિકામાં તેમની પત્નીનો ખુબ સારો સહયોગ રહ્યો

અને આપણે ત્યાં કહેવાય છે તે મુજબ સફળ પુરુષની પાછળ એક આદર્શ સ્ત્રીનો પણ પૂરતો સાથ હોય છે મારી સફળતા માં મારી ધર્મ પત્ની વસંત બેન નો સંપુર્ણ સાથ હતો. દયાલમૂની જી દ્વારા પોતાના ધર્મપત્નીને શ્રદ્ધાંજલિ રૂપે પોતાની પત્ની નું ઋણ સ્વીકારતા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દયાળ મુનિ એ અકલ્પનીય આર્થિક યોગદાન આર્ય સમાજ ટંકારા ના મંત્રીશ્રી દેવકુમાર પડસુંબીયા ને 10 લાખ રૂપિયાનો ચેક આર્ય સમાજ માટે અર્પણ કર્યો હતો. જે સમાજને માટે તથા એક આદર્શ ઉદાહરણ દાંપત્ય જીવનનું પુરુ પાડેલ છે બાબતે પ્રેરણા મળશે. આર્ય સમાજ વતી ધ્યાલ મુનીજીનો હ્વદયથી આભાર માનેલ છે.






Latest News