મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

અમદાવાદમાં યોજાનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે અમિત શાહના હસ્તે કરાયું કળશનું સ્થાપન


SHARE











અમદાવાદમાં યોજાનાર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ સ્થળે અમિત શાહના હસ્તે કરાયું કળશનું સ્થાપન

ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનું વિશ્ર્વભરમાં ગૌરવ વધારનાર સંત પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અગામી ડિસેમ્બર-જાન્યુઆરીમાં અમદાવાદ ખાતે લાખોની જનમેદની વચ્ચે ભક્તિભાવથી ઉજવાનાર છે. આ મહોત્સવ માટે અમદાવાદની પશ્ચિમે સાયન્સ સીટી-ઓગણજ સર્કલ વચ્ચે સરદાર પટેલ રીંગ રોડના કિનારે એક વિશાળ મહોત્સવ-સ્થળ ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે.

સ્થાનિક ખેડૂતો, બિલ્ડરો અને વેપારીઓએ મહોત્સવ માટે સેવામાં આપેલ કુલ 600 એકર ભૂમિમાં મહોત્સવ-સ્થળ‘સ્વામિનારાયણ નગર’ આકાર લઇ રહ્યું છે. ‘ગ્રીન એન્ડ ક્લીન’ મહોત્સવ સ્થળ તરીકે વિકસી રહેલા આ સ્વામિનારાયણ નગરમાં 7000 વૃક્ષો અને દસ લાખથી વધુ ફૂલ-છોડ રોપવામાં આવ્યા છે, જેશોભામાં અભિવૃદ્ધિ તો કરશે પરંતુ પર્યાવરણની જાગૃતિનો સંદેશ પણ આપશે. જ્યાં લાખો લોકો ઉમટશે એ મહોત્સવ સ્થળ ‘સ્વામિનારાયણ નગર’એક એવી નગરી હશે - જ્યાં વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો હશે, કલામંડિત મંદિર અને ભક્તિમંડપો હશે, જીવનને અલંકૃત કરે તેવી વિવિધ પ્રેરણાઓ આપતા પ્રદર્શનો હશે, સાંસ્કૃતિક સંદેશ આપતા અનેકવિધ રચનાત્મક સ્પોટ્સ હશે, વ્યાખ્યાન-ગીત-સંગીત-નૃત્ય વગેરે કાર્યક્રમોથી ગૂંજતા સભામંડપો અને કોન્ફરન્સ સ્થળ હશે, જેમાંદેશ-વિદેશના વિવિધ ક્ષેત્રોના ધુરંધરો અને ભારતના મહાન સંત-મહાત્માઓના પ્રેરક વક્તવ્યોનો લાભ મળશે, બાળકોને શિક્ષણ-સંસ્કાર-સ્વાસ્થ્યની પ્રેરણા આપતી અનોખી બાળનગરી હશે, ખાણી-પીણીની વ્યવસ્થાઓ હશે અને હજારો સ્વયંસેવકો માટે આવાસમંડપો હશે.

દેશ-વિદેશના અનેક પ્રસિદ્ધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અહીં લાખો લોકો વિવિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં ભાગ લઈને ધન્યતા અનુભવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ માટે આકાર લઇ રહેલા સ્વામિનારાયણ નગરમાં હાલ 2000થી વધુ સમર્પિત સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને મહોત્સવ દરમ્યાન 50,000થી વધુ સંખ્યામાં સેવા આપશે. આ મહોત્સવ-સ્થળનાવિશાળ મુખ્ય પ્રવેશદ્વારે જ્યાં મહોત્સવનું વિશાળ પ્રતિકચિહ્ન સ્થાપિત થવાનું છે એ સ્થળે વેદોક્ત વિધિપૂર્વક કળશ-સ્થાપન વિધિ કરવા માટે ગઇકાલે તા. 24ના ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ મહોત્સવ સ્થળે પધાર્યા હતા. મહોત્સવના પ્રેરક પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી, મહોત્સવના સંયોજક પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ અમિતભાઈનું સ્વાગત કર્યું હતું.પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ તેમને મહોત્સવ સ્થળ અંગે માહિતી આપી હતી. ત્યારબાદ અમિતભાઈએ વિધિપૂર્વક કળશ-સ્થાપન કરીને મહોત્સવ સ્થળના નિર્માણનું એક મહત્વનું સોપાન આરંભ્યું હતું. આ પ્રસંગે તેઓએ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનાં સંસ્મરણો તાજા કરીને આ વિશ્વવંદનીય સંતને વંદના કરતા આ મહોત્સવ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.






Latest News