મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ


SHARE







મોરબીના સનાળા રોડે હાઉસિંગ બોર્ડમાં રહેતી પરિણીતાએ પતિ સહિત ત્રણ સામે નોંધાવી ફરિયાદ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી પરણીતાને તેના પતિ દ્વારા ગાળો આપીને માર મારવામાં આવતો હતો જેથી હાલમાં તેણે પતિ, સાસુ અને સસરા સામે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૯૫૫ માં રહેતા ભાવિનીબેન વિશાલભાઈ ચૌહાણ (ઉંમર ૩૮)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ વિશાલભાઈ નરેન્દ્રભાઈ ચૌહાણ, સસરા નરેન્દ્રભાઈ લખધીરભાઈ ચૌહાણ અને સાસુ ઇલાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ કોઈ કામ ધંધો કરતા ન હોય તેને કામ ધંધો કરવા માટેનું કહ્યું હતું તેમજ તેના પતિ તેઓને ઘર કામ બાબત અને અન્ય બાબતે અવારનવાર ગાળો આપતા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને તેના સાસુ તેમજ સસરા દ્વારા તેના પતિને ચડામણી કરવામાં આવતી હોવાથી તેના પતિને દ્વારા તેને મેણાટોણાં મારીને ગાળો આપવામાં આવતી હતી આમ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી પરણીતાએ તેના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના દરબારગઢ પાસે રહેતા ઈન્દુલાલ સોમચંદ ગાંધી (ઉંમર ૮૦) વાળા ચાલીને પોતાના ઘરે જતા હતા ત્યારે રસ્તામાં ઇકો કારના ચાલકે તેને ઠોકર મારી હતી જેથી ઈન્દુલાલભાઈને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના બનાવવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News