મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પશુઓમાં લમ્પી ડીસીઝના નિયંત્રણ માટે ૪ હજારથી વધુ પશુઓને રસી અપાઇ


SHARE







મોરબી જીલ્લામાં પશુઓમાં લમ્પી ડીસીઝના નિયંત્રણ માટે ૪ હજારથી વધુ પશુઓને રસી અપાઇ

હાલ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહેલા ગાયો-ભેંસોમાં લમ્પી ડિસીઝના સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લામાં પશુપાલન વિભાગ એક્સન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી છે.પશુઓમાં જોવા મળતા લમ્પી રોગે મોરબી જિલ્લામાં ક્યાક-ક્યાંક દેખા દીધી છે ત્યારે તેને અટકાવવા તેમજ ઉપચાર માટે પશુપાલન વિભાગ સજાગ છે. પશુઓમાં આ રોગ પ્રવેશ ન કરે તે માટે રસીકરણ ઝુંબેશ પણ હાથ ધરાઈ છે. જે હેઠળ અત્યાર સુધી ચાર હજારથી વધુ પશુઓને રસી આપવામાં આવી છે. ઉપરાંત વધુ પશુઓને રસીકરણ દ્વારા સુરક્ષિત બનાવવા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

પશુ દવાખાના તેમજ ૧૯૬૨ની ટીમ દ્વારા સંયુક્ત રીતે આ રોગનો ભોગ બનેલા પશુઓની સારવાર કરવામાં આવી રહી છે તેમજ પશુપાલન વિભાગ દ્વારા પેમ્પલેટ જનસંપર્ક તેમજ લોકોને મળીને આ રોગ વિશે જાણકારી આપવામા આવી રહી છે તેમજ જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવઆંખ-નાકમાંથી પ્રવાહી આવવુંમોઢામાંથી લાળ પડવીશરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લાદૂધ ઉત્પાદન ઘટવુંખાવામાં તકલીફ પડવીગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવુંરોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવુંયોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતળીના ઉપગ્રહનો અટકાવ કરવોપ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવુંરસી ન મૂકેલી તેવા મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવા નાયબ પશુપાલન નિયામક દ્વારા પશુપાકોને જણાવાયું છે






Latest News