મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે ફોનમાં વધુ વાત કરવાની ના પાડતા ગળેફાંસો ખાઇ ગયેલ યુવતી સારવારમાં


SHARE











મોરબીના મહેન્દ્રનગર ગામે ફોનમાં વધુ વાત કરવાની ના પાડતા ગળેફાંસો ખાઇ ગયેલ યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામે ગણેશનગર વિસ્તારમાં રહેતી યુવતીને ઘરે ગળેટુંપો આવી જતા દવાખાને સારવારમાં લઇ જવાઇ હતી.જયાં દવાખાતે જણાવવામાં આવ્યુ હતુ કે યુવતી કામકાજ કરી રહી હતી તે દરમિયાન ટેબલ ફેનમાં તેનો દુપટ્ટો આવી જતા ગળેટુંપો લાગી જતા તેણીને સારવારમાં ખેંચાડવામાં આવેલ છે.જોકે પોલીસે તપાસ કરતા અન્ય બનાવ ખુલ્યો હતો.

બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રનગરના ગણેશનગરમાં રહેતા રાજલબેન લાલજીભાઈ રામજીયાણી જાતે કચ્છી પટેલ નામની યુવતીને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.ટેબલ ફેનમાં દુપટ્ટ આવી જવાથી ઘરે ગળેટુંપો લાગી ગયો હોવાનું પ્રથમ જણાવવામાં આવ્યુ હતુ.જોકે બી ડિવિઝન પોલીસ મથકના એ.આર.સારદીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે રાજલબેન ઘરકામ કરતા ન હોય તે બાબતે તેમજ વધુ પડતા ફોન ઉપર વાતચીત કરતા રહેતા હોય તે બાબતે માવતર દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો તે બાબતનું માઠુ લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું..!

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ નજીક રહેતા ક્રિપાલસિંહ નેહાલસિંહ ટોક નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સ્મશાન નજીક મારામારીના બનાવવામાં ઈજા પહોંચી હતી જેથી તેને સારવારમાં ખસેડાયો હતો અને બનાવવાની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના લાલપર ગામ નજીક આવેલ શ્રી રામ સીરામીક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લાલપરના નેલ્સન ગોડાઉન નજીક રહેતા રોહિત પરમતલાલ (૨૨) અને ભારતીયચંદ મુકુંદી પરમતલાલ (૨૬) નામના બે યુવાનોને ઇજાઓ પહોંચતા બંનેને સિવિલે સારવાર માટે ખસેડ્યા હતા.જેથી તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા આ અંગે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ભડીયાદ રોડ ઉપર આવેલ સુભાષનગર વિસ્તારમાં રહેતા રીંકલબેન વાલજીભાઈ મુછડીયા નામની ૨૧ વર્ષીય યુવતીએ તેના ઘેર કોઈ અજાણી દવા પી લેતા તેણીને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.






Latest News