મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!


SHARE







ગતિસીલ ગુજરાત: મોરબીના મહેન્દ્રનગર ગામે ધાયડી વિસ્તારમાં બેટમાં ફેરવાયો !, મુખ્યમંત્રીને રજૂઆત..!

ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ ધાયડી વિસ્તાર કે જ્યાં છેલ્લા વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે અને આ કાયમી સમસ્યાનો સ્થાનીક સત્તાધીશો દ્વારા કોઈ નિકાલ લાવવામાં આવતો ન હોય અને ચોમાસા પહેલા પણ આ અંગે રજૂઆત કરવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ ન હોય હાલમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે માટે આ અંગે યોગ્ય વ્યવસ્થા કરવા વધુ એક વખત રજૂઆત કરવામાં આવેલ છે

રજૂઆતમાં કે.ડી.બાવરવાએ જણાવેલ છેકે આ પહેલા પણ આ અંગે લેખીત રજૂઆતો કરવામાં આવી હતી.પરંતુ મુખ્યમંત્રીની સુચના આપવા છતા પણ અહિંના નિર્ભર તંત્રએ કોઈ જ જાતની કાર્યવાહી  કરવામાં આવેલ ન હોવાથી આજે ફક્ત પાંચ ઈંચ જેવા નજીવા વરસાદમાં પણ વરસાદી પાણીના તળાવો ભરેલા છે.જો અન્ય જીલ્લા મુજબ જો મોરબીમાં એકીસાથે ૧૨ ઈચ, ૧૫ ઈચ, કે ૧૮ ઈચ કે તેથી વધુ વરસાદ થાય તો મોરબીનું શું થાય..? જાણમાં આવેલ છે કે આ વરસાદના પાણી તેમજ ગટર વ્યવસ્થા માટે આ ગામને ગ્રાન્ટ ફાળવવામાં માટેનો લેટર આપવામાં આવેલ પરંતુ કોઈ કારણોસર આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલ ન હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે.એટલે કે લોકોને મુર્ખ બનાવવામાં આવેલ છે..!

મોરબીના ધારાસભ્ય અને રાજયસરકાના મંત્રી બ્રિજેશ મેરજા પણ આ બાબતે નીરસ હોય તેવુ જણાય છે માટે તાત્કાલિકના ધોરણે આ લોકોના વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે.જો આવું નહિ કરવામાં આવે તો સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યકર્મો આપવાની ફરજ પડશે તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ ઉચ્ચારેલ છે.




Latest News