મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાનું મેઘપર ઝાલા-મોરબીનું હરીપર કેરાળા કોઝવેમાં પાણી આવતા સંપર્ક વિહોણું


SHARE







ટંકારાનું મેઘપર ઝાલા-મોરબીનું હરીપર કેરાળા કોઝવેમાં પાણી આવતા સંપર્ક વિહોણું

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ મેઘપર ઝાલા ગામ અને મોરબી નું હરીપર કેરાળા ગામે છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના લીધે કોઝવે અને વોકળામાં પાણી આવી જવાથી સંપર્ક વિહોણા થઈ ગયા છે.અને શહેરના જુદાજુદા વિસ્તારની જેમ જ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

ટંકારા તાલુકામાં આવેલ મેઘપર ઝાલા ગામ તરફ જવાના રસ્તા ઉપર દર વર્ષે ચોમાસામાં પાણી આવી જાય છે જેથી કરીને ગામના લોકોને આવવા અને જવા માટેનો રસ્તો બંધ થઈ જાય છે અને ગામ સંપર્ક વિહોણા થઈ જાય છે આવી જ રીતે હાલમાં બે દિવસથી ટંકારા તાલુકામાં વરસાદ પડી રહયો છે અને વરસાદી પાણી કોઝવેમાં પાણી આવી જવાથી ગામ તરફ જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે તો મોરબી તાલુકાનું હરીપર કેરાળ ગામ પણ કોઝવેમા વરસાદી પાણી આવી જવાથી સંપર્ક વિહોણું થઈ ગયું છે. ટંકારા તાલુકાનાં નાના ખીજડિયા ગામ પાસે વોકળો બે કાંઠે વહેવા લાગ્યો છે અને પાણી રસ્ત ઉપર હોવાથી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવેલ છે મોરબીના નાની વાવડી ગામે આવેલ સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સોસાયટી બેટમાં ફેરવાઇ ગયેલ છે અને સોસાયટીમાં રહેતા લોકોને ભારે હાલાકીનો  સામનો કરવો પડી રહ્યો છે




Latest News