મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના શંકરપરામાં દોઢ વર્ષનો દીકરો ઘર કામમાં કનડગત કરતાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







હળવદના શંકરપરામાં દોઢ વર્ષનો દીકરો ઘર કામમાં કનડગત કરતાં પરિણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ

હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતી પરણીતાનો દોઢ વર્ષનો દીકરો અવારનવાર રડતો હતો અને ઘર કામકાજમાં કનડગત કરતો હતો જેથી મહિલાએ કંટાળી જઈને પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરવામાં પોલીસને બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતા અશ્વિનભાઈ ઘનશ્યામભાઈ કંઝારીયાના પત્ની મનીષાબેન (ઉંમર ૨૫)એ પોતાના ઘરે ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને મહિલાને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ કરતી હળવદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મહિલાનો દોઢ વર્ષનો દીકરો મીત અવારનવાર રડતો હતો અને ઘર કામકાજમાં કનડગત કરતો હોવાથી કંટાળી જઈને મહિલાએ ઝેરી દવા પોતાની જાતે પી લીધી હતી

જુગાર

મોરબી તાલુકાના લાલપર ગામની સીમામાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્રકાશભાઈ મનુભાઈ વરાણીયા જાતે કોળી (ઉંમર ૩૨) રહે. ઉમિયાનગર સિરામિક સિટીની બાજુમાં વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૨૩૦ રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

પેરોલ ફર્લો સ્કવોડ

મોરબી જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડના રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, ભરતસિંહ ડાભીને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે પાટડીના દારૂના ગુનાના કામે નાસતો ફરતો આરોપી જયંતીભાઇ ઉર્ફે બાવલો બચુભાઇ દેવીપુજક રહે, સાયલા સરોવરીયા મંદિર પાસે વાળો હાલે મોરબી-૨ મહારાણા પ્રતાપ સર્કલ સામે આવેલ બસ સ્ટોપ પાસે છે જેથી ત્યાં જઈને પોલીસે આરોપી જયંતીભાઇ બચુભાઇ સાઢમીયા રહે, હાલ મોરબી જેતપર રોડ, બેલા ગામ નજીક સોમનાથ પેટ્રોલ પંપ સામે મોરબી વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી એલ.સી.બી.ના પીઆઇની સૂચના મુજબ પોલીસે કરી હતી 






Latest News