મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા


SHARE







મોરબીના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદેદારો રાજ્ય કારોબારીના હાજર રહ્યા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારી બેઠક ડો. હેડગેવાર ભવન કર્ણાવતી ખાતે સંપન્ન થઈ.અખિલ ભારતીય સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂરજીઅખિલ ભારતીય માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી મોહનજી પુરોહિત બેઠકમાં વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા.

સત્રમાં મહેન્દ્ર કપુરજીએ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંગે જાણકારી આપતા જણાવ્યું કે આ અંતર્ગત આપણે મુખ્ય પાંચ કાર્યો કરવાના છે. પહેલું કાર્ય વિશ્વવિદ્યાલયોમાં ૧૦૦ જેટલા સેમિનારનું આયોજન સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત "ઇન્ડિયા સે ભારત કી ઓર "વિષય ઉપર થશે.બીજું ૩૦૦૦ થી વધારે કોલેજમાં આ જ વિષય ઉપર વક્તવ્યનું આયોજન થશે.ત્રીજુ પહેલી ઓગસ્ટના રોજ ૧,૫૦,૦૦૦ વિદ્યાલયોમાં એક સાથે ગામમાં બેનરો સાથે રેલી કાઢી ગામની શાળામાં એ સભા કાર્યક્રમમાં રૂપાંતરિત થશે જેમાં દરેક શાળાને ભારત માતાનો ફોટોપેમ્પ્લેટસ્ટીકરો ભેટ આપવામાં આવશે.ગામમાં કોઈ સ્વાતંત્ર સેનાની નો પરિવાર હોય કે શહીદ સૈનિકનો પરિવાર હોય તો તેમને શાલ શ્રીફળ આપી અને સન્માન કરવામાં આવશે.

 

સત્રમાં ભીખાભાઈ દ્વારા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના તમામ આઠ સંવર્ગની બંધારણ પ્રમાણે નવિન ટીમની ઘોષણા રાજ્યના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી.સમાપન સત્રમાં મહેન્દ્ર કપૂરે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણે સૌ ભારતના ભવિષ્યના ઘડતરનું કામ કરીએ છીએ તો વિદ્યાલયના બાળકોમાં રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિના જ્ઞાનનું સિંચન કરી અને અને ભારત માતાને પરમ વૈભવ સુધી લઈ જવામાં  સંગઠનના કાર્યકર્તાએ પોતાનું અમૂલ્ય યોગદાન આપવાનું છે સમગ્ર બેઠકનું સંચાલન પ્રાંત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ દ્વારા થયું હતું અંતમાં કચ્છના સરકારી માધ્યમિક સંવર્ગના પ્રાન્ત અધ્યક્ષ મુરજીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર બોલાવી બેઠકની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી જિલ્લામાંથી મંત્રી કિરણભાઈ કાચરોલાસૌરાષ્ટ્ર સંભાગ સહ સંગઠનમંત્રી અને જિલ્લા સંગઠનમંત્રી હિતેશભાઈ ગોપાણીઉપાધ્યક્ષ કિરીટભાઈ દેકવાડિયા અને હરદેવભાઈ કાનગડ તેમજ જિલ્લા પ્રચારમંત્રી હિતેશભાઈ પાંચોટીયા અને હળવદ તાલુકામાંથી કરસનભાઈ ડોડીયા અને વાસુદેવભાઈ ભોરણીયા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News