મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી


SHARE







મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે વરણી

મોરબીના ક્રિષ્નાબેન પટેલની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક થતા ચોમેરથી અભિનંદન વરસી રહ્યા છે અગાઉ તેમની પ્રદેશમંત્રી તરીકે કામગીરી કરી હતી ત્યાર બાદ મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ કામગિરી કરી હતી અને તેમના દાદા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા તેમનું સન્માન જવાહર લાલ નહેરુ દ્વારા કરવામાં આવેલ હતું .

તેમના પિતા પણ કોંગ્રેસ પાર્ટીના વફાદાર કાર્યકર્તા છે. તેઓ પણ પ્રદેશમંત્રી તરીકે કામગિરી કરી ચુક્યા છે.તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ તરફથી અન્ય રાજ્યોમાં પ્રભારી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.આમ તેઓને કોંગ્રેસના સંસ્કાર વારસામાં મળ્યા છે.તેઓ સાયન્સ ગ્રેજ્યુએટ છે.તેઓએ માસ્ટર ડીગ્રી પણ મેળવેલ છે.તેઓએ એલએલબી કરીને એડવોકેટની ઉપાધિ પણ મેળવેલ છે. તેઓ સારા સામાજિક કાર્યકર પણ છે. તેઓ તેમના જીવનમાં ખૂબ આગળ વધે અને ખુબ જ કામગીરી કરે તેવી શુભેચ્છકો લોકો પાઠવી રહયા છે.






Latest News