મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મિ)નાં રોહીશાળા પાસે આવેલ શાઇન માઇકા લેમીનેટના માલીક સામે પાણીચોરીની ફરિયાદ


SHARE







માળીયા (મિ)નાં રોહીશાળા પાસે આવેલ શાઇન માઇકા લેમીનેટના માલીક સામે પાણીચોરીની ફરિયાદ

માળીયા મિયાણાં તાલુકાનાં રોહીશાળા ગામની સીમમાં આવેલા શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલીક દ્વારા ઢાંકીથી માળીયા આવતી પાણીની લાઇનમાંથી ગેરકાયદે કનેક્શન લીધું હતુ જેથી કરીને હાલમાં કોન્ટ્રાકટરના માણસ દ્વારા કારખાનાના માલિક સહિત તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં ઇન્ડીયન પેટ્રોલપંપની પાછળ આવેલા દિવ્યા પાર્ક-૨ માં રહેતા પરસોતમભાઇ દુદાભાઇ વાછાણી જાતે પટેલ (ઉ.૫૦)એ હાલમાં શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલીક શાંતીલાલ વીરપરા તથા તપાસમા જેના નામા ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૧/૬/૨૦૨૨ ના પહેલાથી રોહીશાળા ગામની સીમમાં આવેલા શાઇન માઇકા લેમીનેટ પ્રા.લી.કંપનીના માલીક દ્વારા રોહીશાળા સી સવૅ નં.૧૨૧ પેકી-૨ મા તેની કંપનીમાં જી.ડબલ્યુ.આઇ.એલ.ની ઢાંકીથી માળીયા આવતી એન.સી. ૩૧ પાઇપ લાઇનમાથી પાણીચોરી કરવા માટે ૪૦ મી.મી.વ્યાસ વાળી પાઇપથી ગેરકાયદે કનેકશન આપી પોતાની કંપનીના ઉપયોગ માટે તેમજ પોતાની કંપનીના માણસોના ઉપયોગ કરવા માટે પાણી ચોરી કરેલ છે તેમજ પાણીનો પુરવઠામા ઘટાડો થાય, પાણીનો બગાડ થાય અને પાઇપ લાઇનને નુકશાન થાય તેવું કૃત્ય કરેલ છે જેથી કરીને કોન્ટ્રાકટરના માણસ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ-૪૩૦ તથા ગુજરાત ઘર વપરાશી પાણી પુરવઠા અધિનિયમ-૨૦૧૯ કલમ ૧૧ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ચાર બોટલ દારૂ

મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામથી પાવળીયારી તરફ જતી કેનાલના રસ્તા ઉપરથી પસાર થતાં બાઈકને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તે બાઈક ઉપર જતા બે શખ્સ પાસેથી દારૂની ચાર બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તેમજ નંબર પ્લેટ વગરનું બાઈક જેની કિંમત ૨૫૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬૨૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે કેશુભાઈ છનાભાઈ ખીમસુરીયા (ઉંમર ૩૫) અને અલ્પેશભાઈ નાગજીભાઈ ચાવડા (ઉંમર ૨૪) રહે. બંને બાસ્કો સેનેટરી વેર રવાપર નદી વાળાની ધરપકડ કરેલ છે






Latest News