મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે E–COOPERATIVE PORTAL લોન્‍ચ કરાયું


SHARE











મોરબી: નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે E–COOPERATIVE PORTAL લોન્‍ચ કરાયું

ગુજરાત રાજયમાં નાણાંના ધીરધાર પ્રવૃતિના નિયમન માટે ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ અંતર્ગત નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુ કરવા અંગેની અરજીઓ હાર્ડકોપી સ્વરૂપે મળતી હોય છે. ડીજીટલ ઈન્‍ડીયા અને પેપરલેસ વહીવટના ભાગ રૂપે મુખ્યમંત્રી દ્વારા તા.૯/૨ ના રોજ રાજયમાં ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ અને નિયમો – ૨૦૧૩ ની જોગવાઈઓનાં અસરકારક અમલ માટે “ E – COOPERATIVE PORTAL ”  લોન્‍ચ કરવામાં આવેલ છે.

જેનાથી તમામ નાણાંની ધીરધાર કરનારાઓએ કાયદા હેઠળનાં જરૂરી હોય તેવા નવા રજિસ્ટ્રેશન તેમજ રજિસ્ટ્રેશન રિન્યુઅલ માટેની કામગીરી માટે જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરીમાં જવાનું રહે નહીં તે રીતે ઉક્ત સોફટવેર અંતર્ગત ONLINE  કામગીરી કરવા અંગે જરૂરી માર્ગદર્શન માટે નીચે મુજબની વેબસાઈટ તથા હેલ્પડેસ્ક નંબરનો સંપર્ક કરવા જણાવ્યુ છે જેમાં વેબસાઈટ www.ecooperative.gujarat.gov.in અને હેલ્પડેસ્ક નં (૦૨૮૨૨) ૨૪૧૫૯૦ નો સંપર્ક કરવાનો રહેશે સોફ્ટવેર અંતર્ગત હવે પછી ગુજરાત નાંણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ – ૨૦૧૧ ની વિવિધ કલમો હેઠળ થતી નાણાંની ધીરધાર કરનારાઓના રજિસ્ટ્રેશન તેમજ રેન્‍યુઅલની અરજીઓ ONLINE જ સ્વીકારવામાં આવશે તેવું રજિસ્ટ્રાર ઓફ મનીલેન્‍ડર્સ અને જિલ્લા રજીસ્ટ્રારસહકારી મંડળીઓમોરબી ડી.વી.ગઢવીની યાદીમાં જણાવાયું છે.






Latest News