મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં


SHARE







મોરબી જીલ્લામા સિઝનનો સૌથી વધુ વરસાદ વાંકનેરમાં- સૌથી ઓછો મોરબીમાં

મોરબી જીલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં સૌથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામાં ૧૩૬ એમએમ નોંધાયો છે જો કે, મોરબી તાલુકામાં સૌથી ઓછો ૬૬ એમએમ વરસાદ નોંધાયો છે તેમ છતાં પણ મોરબીની નજીકમાં આવેલ મચ્છુ-૩ ડેમ ૯૨ ટકા ભરાઈ ગયો હોવાથી હાલમાં સિચાઈ વિભાગ દ્વારા ૧૫ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

 મોરબી જીલ્લામાં હજુ મેઘરાજ ટેસ્ટ મેચ રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને જુદાજુદા વિસ્તરોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના કંટ્રોલ રૂમમાથી મળી રહેલી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં પાંચ તાલુકામાથી એક માત્ર ટંકારામાં ૧૪ એમએમ વરસાદ નોંધાયો છે જો કે, ચાલુ સિઝનની વાત કરીએ તો અત્યાર સુધીમા જે વરસાદ પડ્યો છે તેમાં વાંકાનેર ૧૩૬ એમએમ, ટંકારા ૯૯ એમએમ, માળીયા ૮૩ એમએમ, હળવદ ૭૮ એમએમ અને મોરબીમાં ૬૬ એમએમ વરસાદ થયો છે

 

મોરબી નજીક આવેલા મચ્છુ-૩ ડેમ હાલમાં ૯૨ ટકા ભરાયેલો છે જેથી કરીને એક સારો વરસાદ પડતની સાથે જ ડેમના દરવાજા ખોલીને વરસાદી પાણી નદીમાં ગમે ત્યારે છોડવામાં આવે તેમ છે જેથી ડેમની નીચેના ભાગમાં આવતા ૧૫ થી વધુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવેલ છે જે ગામોને એલર્ટ કરેલ છે તેમાં ગોર ખીજડિયાવનાળિયામાનસરનવા સાદુંળકાજુના સાદુંળકારવાપર (નદી)અમરનગરગૂંગણનવા નાગડવાસજુના નાગડવાસબહાદુરગઢનારણકાઅમરેલીધરમપુર સહિતના ગામોનો સમાવેશ થાય છે 

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ

 
 
 





Latest News