મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ પાણી છોડવા સીએમને રજૂઆત

મોરબી જીલ્લામાં આવતી નર્મદાની ત્રણ બ્રાંચ કેનાલ આવે છે જે ત્રણેય કેનાલમાં હાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવતું નથી જેથી કરીને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમને રજૂઆત કરીને મોરબી જીલ્લામાં આવતી માળિયા, ધ્રાંગધ્રા  અને મોરબી બ્રાંચમાં નર્મદાનું પાણી છોડવાની માંગ કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમને લેખિતમાં રજૂઆત કરીને મોરબી જીલ્લામાં નર્મદા યોજનાની ત્રણ બ્રાંચ કેનાલ આવેલ છે. જેમાં માળિયા, ધ્રાંગધ્રા અને મોરબી બ્રાંચનો સમાવેશ થાય છે. હાલમાં ખેડૂતો આગોતરા વાવેતર કરવા માટે ઘણા સમયથી પાણી માગી રહ્યા છે. અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, મોરબીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી બ્રિજેશ મેરજ, પૂર્વ મંત્રી જયંતીભાઈ કાવડિયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાએ પણ પાણી આપવા વિનતી કરેલ છે

અમુક વિસ્તારના લોકો આ માટે અંદોલન પણ કરી રહ્યા છે. અને આ પૂર્વે ૨૦૧૩ માં સરકાર દ્વારા હાલના ડેમના ૧૧૯ મી.  લેવલ કરતા પણ નીચું લેવલ ૯૩ મી. હોવા છતાં પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવેલ હતું જે સરકારના રેકોર્ડમાં હશે અને અગામી ચોમાસું સારું જવાની આગાહીઓ વિજ્ઞાનીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો પણ ખેડૂતોને કેનાલ મારફતે પાણી કેમ આપવામાં આવતું નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં નર્મદા ડેમ ભરેલ છે અને તે પાણી ખેડૂતોને નહીં આપવામાં આવે અને પછી વરસાદનું પાણી આવશે તે દરિયામાં વહી જશે જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે તે માટે સરકાર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરેલ છે




Latest News