મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરનું ઘર સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સાકર કર્યુ: લાભાર્થી


SHARE











મોરબીમાં ઘરનું ઘર સપનું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ સાકર કર્યુ: લાભાર્થી

કહેવાય છે કે, કુંજમાં વસે નિકુંજ પણ કુંજ જ ન હોય તો ? આવાસ જ ન હોય તો પરિવાર કયાં જઇને વસે ? જે લોકો સમર્થ નથી ઘરનું ઘર બનાવવા માટે તેમણે શું આવાસ વિના જ ચલાવવું ? ના તેમના માટે છે ને પ્રધાનમંત્રી આવાસ યોજના, જે ગરીબો માટે ઘરનું ઘર બનાવવાનું સ્વપ્ન સાકાર કરે છે.

પ્રધાનમંત્રી  આવાસ  યોજના હેઠળ ઘરનું ઘર મેળવવાની ખુશાલી વ્યકત કરતા હળવદ તાલુકાના ડુંગરપુર ગામના વતની રણજીતભાઇ લાખાભાઇ વિઠલાપરા જણાવે છે કે, અમારી પાસે રહેવા માટે કાચું મકાન હતું, જેથી અમારી પરિસ્થિતિ ખુબ ખરાબ હતી. ચોમાસામાં પાણી ટપકે, બાળકોને ભણાવવામાં મુશ્કેલી થાય, શિયાળામાં ઠંડી તો ઉનાળામાં તડકોને ગરમી, ઉપરાંત જીવ-જંતુનો પણ ભય રહેતો. પૈસા તો હતા જ નહિ કે ઘર બનાવું ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મને લાભ મળ્યો.

મકાન બાંધવા મને ૧,૨૦,૦૦૦ની સહાય મળી. ઉપરાંત મારા જ મકાનમાં કામ કરવાની મજુરી પેટે મને ૧૭૫૦૦ સરકારે ચુકવ્યા તેમજ શૌચાલય માટે પણ ૧૨૦૦૦ ની સરકારે સહાય આપી. આમ, કુલ દોઢ લાખથી વધુ ની સહાય મને મળી. ઘરનું ઘર હોવાનું સપનું મે ખુલ્લી આંખે જોયું અને એ સપનું સાકાર કર્યું પ્રધાનમંત્રી આવાસ યોજનાએ. વધુમાં તેઓ જણાવે છે કે, આજે ઘરનું ઘર સરકારના સહકારથી  મળી ગયુ ત્યારે હું અને મારો પરિવાર ખુબ જ ખુશ છીએ. આવાસ મળતા અમારી બધી સમસ્યાઓનો અંત આવ્યો છે. જેથી અમે ભારત સરકાર તેમજ મુખ્યમંત્રીશ્રી નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

પ્રધાનમંત્રી આવાસ યોજના આવા અનેક ઘરવિહોણા પરિવારો માટેની છત બની છે. આ યોજનામાં ઘર માટે  તો ૧,૨૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે ઉપરાંત અન્ય યોજનાને સાથે જોડીને પોતાના ઘર નિમાર્ણમાં કામ કરવાની મજુરી તેમજ શૌચાલય નિર્માણ પેટે પણ રકમ ચુકવવામાં આવે છે. આમ ગરીબોને પણ સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે તરફનું સર્વોત્તમ પગલુ છે પ્રધાનમંત્રી અવાસ યોજના.






Latest News