મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનને પોલીસની કામગીરીને બિરદાવી


SHARE







મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન-વાઇસ ચેરમેનને પોલીસની કામગીરીને બિરદાવી

મોરબી માર્કેટ યાર્ડમાંથી કરવામાં આવેલ જીરાની ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને પકડવાની સાથોસાથ પોલીસે તમામ મુદામાલ પણ રિકવર કરેલ છે જેથી કરીને પોલીસની આ કામગીરીને હાલમાં યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન દ્વારા બિરદાવવામાં આવી છે

મોરબી માર્કેટ યાડૅમાંથી તા.૩૦-૬ ના રોજ વહેલી સવારે આશરે ૩ વાગ્યાની આસપાસ જીરૂના સેડમાંથી જીરૂની ૩૯ બોરી ચોરાયેલ હતી. જેની કિંમત આશરે ૪,૫૦,૦૦૦ જેવી હતી. આ ઘટનાની જાણ સવારે મોરબી સીટી એ ડીવીઝનને કરેલ હતી. અને તેના આધારે એ ડીવીઝનના પોલીસ સ્ટાફે તાત્કાલિક કાયૅવાહી શરૂ કરી હતી અને તપાસ કરતા રાજસ્થાનથી જીરૂ બોરી નંગ ૩૯ તથા ચોરીમાં વપરાયેલ વાહન સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે અને ચોરને પણ ઝડપી લીધા છે જેથી પોલીસની આ કામગીરી બદલ મોરબી માર્કેટયાડૅના સહકારી તથા બજાર સમિતિના આગેવાન મગનલાલ ધનજીભાઇ વડાવિયા અને મોરબી યાર્ડના ચેરમેન ભવાનભાઇ કુંવરજીભાઇ ભાગીયાએ  એ ડીવીઝનના પીઆઇ પંડયા તથા તમામ પોલીસ સ્ટાફને અભિનંદન આપેલ છે






Latest News