મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













મોરબીની મચ્છુ નદીના પાણીને દરિયામાં જતાં રોકતા મીઠાના અગરના માટીના પાળાઓને તોડવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી નજીકના મચ્છુ ડેમમાથી ભારે વરસાદ સમયે દરવાજા ખોલીને પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવે છે ત્યારે આ પાણી નદીમાથી દરિયામાં જતું હોય છે જો કે, દરિયામાં જતાં નદીના પાણીની આડે મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ કરવામાં આવેલ છે જેથી કરીને નદીના પાણી માળીયા તાલુકામાં દર વર્ષે હોનારત જેવી પરિસ્થિતિનું નિર્માણ કરે છે જેથી કરીને આ માટીના પાળાઓને દુર કરવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે
 
હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કેમોરબી જીલ્લામાં આવેલ મચ્છુ નદી મોરબી થઇને માળિયા(મી.) અને ત્યાંથી હળકીયા ક્રિકમાં દરિયામાં ભળી જાય છે  આ હળકીયા ક્રિકમાં મચ્છુ નદી દરિયામાં ભળે છે ત્યાં ઘણા બધા ફાટાઓ ઉપર મીઠાના અગર વાળાઓ દ્વારા મોટા મોટા માટીના પાળાઓ બનાવીને નદીના પાણીના નિકાલને બંધ કરવામાં આવેલ છે. જેના કારણે ચોમાસામાં લગભગ દર વર્ષે ભારે વરસાદ થતા માળિયા (મી.)માં પુર આવેલ છે. અને  જાન માલ ની નુક્શાની થાય છે. આ વર્ષે હજુ એવો ભારે વરસાદ  થયેલ નથી. પરંતુ જયારે થશે ત્યારે પુરની પરિસ્થિતિ ઉદભવશે. તો અગમચેતી રૂપે આ ગેરકાયદે બની ગયેલા પાળાઓ દુર કરવા માટે તાત્કાલિક કાર્યવાહી  કરવામાં આવે તેવી માગણી કરેલ છે. જો આ પાળાઓ દુર કરવામાં નહી આવે તો ભારે વરસાદ  આવતા માળિયા (મી.) માં પુરતી પરિસ્થિતિ ઉભી પાસે અને જાનમાલની નુકશાની પણ થશે તો આ બાબતે આવી નુકશાની થાય તે પહેલા અગમચેતી રૂપે આ પાળાઓ દુર કરવા માટે મુખ્યમંત્રી દ્વારા યોગ્ય આદેશ કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી છે 






Latest News