મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૯ શિક્ષકોનું શિક્ષણમંત્રીના હસ્તે થશે સન્માન


SHARE







મોરબી જિલ્લાના ૯ શિક્ષકોનું શિક્ષણમંત્રીના હસ્તે થશે સન્માન

ગુજરાત શૈક્ષણિક  ટેકનોલોજી ભવન દ્વારા નિર્મિત કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર માટે મોરબી જિલ્લામાંથી કુલ ૯ શિક્ષકમિત્રો છેલ્લા ઘણા સમયથી વિદ્યાવાહક તરીકેની કામગીરી કરી રહ્યા છે તેનું સન્માન કરવામાં આવશે

જે શિક્ષકોનું સન્માન કરવામાં આવશે તેમાં માળિયા તાલુકામાંથી અનિલભાઈ બદ્રકિયા (મોટીબરાર પ્રા. શાળા)બેચરભાઈ ગોધાણી (કુંતાસી પ્રા. શાળા)પુનિતભાઈ મેરજા (મોડેલ સ્કૂલ મોટીબરાર). હળવદ તાલુકામાંથી જયેશભાઈ મોરડીયા (આર.એમ.એસ.એ. સ્કૂલ રણમલપુર)હરદેવસિંહ જાડેજા (રાયસંગપુર પ્રા. શાળા), મોરબી તાલુકામાંથી અશોકભાઈ કાંજીયા (નાનીવાવડી કુ. પ્રા. શાળા)અનિલભાઈ ફટાણિયા (પોલીસ લાઈન કન્યા શાળા), ટંકારા તાલુકામાંથી નૈમિષભાઈ પાલરીયા (વિરવાવ પ્રા. શાળા) અને વાંકાનેર તાલુકામાંથી સોયેબઅલી શેરસીયા (મોહમદી લોકશાળા ચંદ્રપુર)નો સમાવેશ થાય છે.આ વિદ્યાવાહક શિક્ષક મિત્રોએ બાળ હિતાર્થે નિ:સ્વાર્થ ભાવે સુંદર કામગીરી કરી રહ્યા છે. જેથી તેઓનું શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે તા. ૬ જૂન ૨૦૨૨ ના રોજ અમદાવાદ ખાતે સન્માન થવાનું છે. 






Latest News