વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર​​​​​​​ 


SHARE







મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર 

મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી સુનિલ અમરશીભાઈ વરાણીયાનવઘણ અમરશીભાઈ વરાણીયા અને ભવનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ રહેબધા જ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વાળાના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે

થોડા સેમી પહેલા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં રીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં. ૧ ઉપરના બ્લોક નં. ૨૧ વાળા પ્લોટ ઉપર આરોપીઓએ  ગેરકાયદેસર કબજો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હોવાનું લખાવ્યું હતું જેથી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આ૨. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી અને કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી જેથી આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ માલકીયાજે.ડી. સોલંકી રોકાયેલા હતા .




Latest News