મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીઓની ધરપકડ કરીને બે સગીરના અપહરણનો ભેદ ઉકેલ્યો


SHARE











મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટની ટીમે આરોપીઓની ધરપકડ કરીને બે સગીરના અપહરણનો ભેદ ઉકેલ્યો


મોરબી તાલુકા પોલીસ સ્ટેશન્મા છેલ્લા દોઢ વર્ષમાં સગીરના અપહરણની બે ફરિયાદ નોંધાઈ હતી જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં પોલીસે સગીરવયની બે અલગ અલગ બાળાઓના અપહરણ કરી ભગાડી ગયેલા બે આરોપીની ધરપકડ કરેલ છે અને ભોગબનનારને પણ શોધી કાઢી છે

મોરબી જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને મોરબી જીલ્લામાંથી સગીરવયના બાળકોના થયેલ અપહરણના ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના તથા માર્ગદર્શન એસપી દ્વારા આપવામાં આવ્યું હતું જેથી તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૦ માં સગીરના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ભોગબનનાર તથા આરોપીઓન રાજસ્થાન કે પંજાબ રાજયમાં હોવાની હકિકત દશરથસિંહ ચાવડા તથા નંદલાલ વરમોરાને મળેલ હતી જેથી કરીને પીએસઆઈ વી.કે.કોઠીયા અને ટીમને રાજસ્થાનપંજાબઉત્તરપ્રદેશ રાજય ખાતે મોકલવામાં આવી હતી ત્યારે સગીરાના અપહરનના ગુનામાં આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ (ઉ.૨૫) રહે. જીકડીયા (રાજસ્થાન) વાળાને તથા ભોગબનનારને રાજસ્થાન રાજયના કોટા જીલ્લાના રંગવાડી વિસ્તાર માંથી શોધી કાઢવામાં આવેલ છે આ ઉપરાંત આરોપી સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર (ઉ.૨૬) રહે. મુળ સરદાસપુર (ઉત્તરપ્રદેશ) વાળાને પંજાબ રાજયના જીવનનગર લુધીયાણા ખાતેથી તથા ભોગબનનારને સરદાસપુર (ઉત્તરપ્રદેશ) ખાતેથી શોધી કાઢવામાં આવેલ છે આમ મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટને છેલ્લા વર્ષમાં થયેલ બે અપહરણના ગુનામાં આરોપીને પકડીને સગીરને શોધી કાઢેલ છે 






Latest News