મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી એ ડીવજનના મારામારીના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડયો


SHARE







મોરબી એ ડીવજનના મારામારીના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પકડયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં થયેલ મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી જિલ્લા એલસીબીની પેરોલ ફર્લો ટીમને ઝડપી પાડીને એ ડિવિઝન પોલીસ હવાલે કર્યો હતો.

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા ફરાર આરોપીઓને ઝડપી પાડવા સૂચના કરવામાં આવેલી હોય એલસીબીના પીઆઇ ગોઢાણિયા તેમજ પીએસઆઇ ડાભી દ્વારા સ્ટાફને સૂચના કરવામાં આવી હતી જેથી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ વોચમાં હતી દરમ્યાનમાં સ્ટાફના વિક્રમસિંહ બોરાણા, દશરથસિંહ ચાવડા અને રવિરાજસિંહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે નોંધાયેલ મારામારીના કેશમાં નાસતો ફરતો આરોપી નરેશભાઇ બાબુભાઇ વાધેલા જાતે દેવીપુજક રહે.મુળ બગસરા જેતપુર રોડ તા.બગસરા જી.અમરેલી હાલ રહે.મોરબી ગોકુળનગર શનાળા બાયપાસ તા.જી.મોરબી વાળો રાજકોટ પોપટપરા વિસ્તારમાં છે તે હકીકત આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાજકોટ પોપટપરા વિસ્તારમાં તપાસ કરતા ત્યાંથી ફરાર આરોપી નરેશભાઇ બાબુભાઇ વાધેલા મળી આવતા તેને પકડીને મોરબી સીટી એ ડીવીજન હવાલે કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ઝીંઝુડા ગામના રહેવાસી જાનમામદભાઈ દાઉદભાઈ નોબે નામનો યુવાન ઘરેથી બાઈક લઈને જતો હતો ત્યારે માળીયા રોડ ઉપર સુરેશ પેટ્રોલ પંપ નજીક તેમનું બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી તેને સારવારમાં મોરબી ખસેડાયો હતો.જ્યારે માળિયા મિંયાણાના મટુકુમાર બેલેશ્વર ચૌધરી નામના ૧૯ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફેફસામાં ડીઝલ જતા શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેને પણ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરામાં આવેલ શાંતીવન સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં દિલુભાઇ ડાયાભાઇ ખેરાણીયા તેમજ રસિકભાઈ ડાયાભાઈ ખેરાણીયા (૨૪) નામના બે યુવાનોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના વીસીપરામાં રહેતા હામભાઈ હુસેનભાઇ કટિયા બાઈક લઈને જતા હતા ત્યારે તેમના રહેણાંક વિસ્તાર પાસેની મદીના સોસાયટીમાં તેમને વાહન અકસ્માતમાં ઈજા થતા તેઓને સારવાર માટે ખસેડાયા હતા.






Latest News