મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં સમાધાન માટે આવેલ ભાભીના પરિવારે નણંદને માર મારવાના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં સમાધાન માટે આવેલ ભાભીના પરિવારે નણંદને માર મારવાના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પહેલા ભાભી સહિતના બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને હાલમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર બ્લોક નં. બી/૦૩ યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉ.૪૦)એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે. બધા માણાવદર જિલ્લો જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાચ માણસોની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, તેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ છે અને તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે જે ભાભી તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના લોકો હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેન, સસરા ધીરજલાલ, ભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહી ગેરશબ્દો બોલી ગાળો આપી હતી અને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે પહેલા ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ આઘારા (૩૬)ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં હાલમાં મોરબી સીટી-એ ડિવિઝન પીએસઆઈ એમ.પી.સોનારા દ્વારા રેખાબેન ધીરજલાલ વાઘરીયા જાતે પટેલ (૬૩) રહે. બસ સ્ટેશન પાછળ એસબીઆઈ રોડ માણાવદર તેમજ ખીમાણંદભાઈ જગમાલભાઇ મારડિયા જાતે આહીર (૪૨) ધંધો શિક્ષક ગામ બામણાસા (ઘેડ) તાલુકો કેશોદ જીલ્લો જુનાગઢ વાળાની ધરપકડ કરેલ છે




Latest News