મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ઘૂંટુ બાઇકને હડફેટે લઈને દંપતીને ખંડિત કરનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





મોરબીના ઘૂંટુ બાઇકને હડફેટે લઈને દંપતીને ખંડિત કરનારા અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે આવેલ ઉમા રેસીડેન્સી નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ભરવાડ દંપતિ પોતાના પુત્રના લગ્નની કંકોત્રી દેવા માટે હળવદ ગયેલ અને ત્યાંથી તેઓ પરત આવતા હતા ત્યારે ઘુંટુ ગામ નજીક તેઓના બાઇકને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને દંપતીને ઇજા થઈ હતી અને મહિલાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હતું જે બનાવમાં ઇજાગ્રસ્ત વૃદ્ધે અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જૂની પીપળી ગામના રહેવાસી નારણભાઈ મુંધવા અને તેમના પત્ની ગંગાબેન નારણભાઈ મુંધવા જાતે ભરવાડ (૫૫) ના દીકરાના લગ્ન હોય તેની કંકોત્રી આપવા માટે હળવદ ગયા હતા અને તેઓ પોતાના બાઈક ઉપર હળવદ તરફથી પરત મોરબી અને ત્યાંથી તેમના ગામ જુની પીપળી જતા હતા દરમિયાનમાં હળવદ રોડ ઉપર આવેલા ઘુંટુ ગામ પાસેની ઉમા રેસીડેન્સી નજીક તેઓના બાઇકને પાછળથી ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી અકસ્માત સર્જાયો હતો. અને ગંગાબેનને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું સારવારમાં મોત નીપજયું હતું આ બનાવમાં નારણભાઈ વીરજીભાઇ મુંધવાએ અજાણ્યા ટ્રક ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News