મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત


SHARE







ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાનની ઉંમર વધતી જતી હતી અને તેના સગાઈ કે લગ્ન ન થતા હોય કંટાળી જઈને ઝેરી દવા પી લીધી હતી જેથી સારવાર માટે તેને ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા દિપકભાઇ રમેશભાઈ રાણાવા (૨૫) ની પાસે ગઈકાલે પોતાની જાતે જ ઝેરી દવા પી લીધી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નિપજયું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની ઉંમર વધતી જતી હોય અને સગાઈ કે લગ્ન ન થતા હોવાથી કંટાળી જઈને તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા રમેશભાઇ ખાખીરામભાઈ ગોંડલીયા થોડા સમય પહેલા સાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ પરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડયા હતા અને બાદમાં વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા રમેશભાઇ ગોંડલીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી  અકસ્માતનાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News