મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં વિદ્યાર્થીઓનો ડંકો: શિક્ષણમંત્રી કરશે સન્માન


SHARE





ગુજરાત દિવસ ક્વિઝ અભિયાનમાં કુંતાસીનાં વિદ્યાર્થીઓનો ડંકો: શિક્ષણમંત્રી કરશે સન્માન

શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ૧ મે થી ૧૦ મે સુધી ગુજરાત દિવસ ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં કુંતાસી ગામની પ્રાથમિક શાળાના બે અને હાઈસ્કૂલના બે એમ એક જ ગામના ચાર વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી સમગ્ર ગુજરાતના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યૂ છે અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. જેમાં પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુંડારીયા જાનવીનો બીજો ક્રમકુંડારીયા એકતાનો આઠમો ક્રમ અને હાઈસ્કૂલની વિદ્યાર્થીની સોઢીયા પૂજાનો સાતમો ક્રમ અને બસીયા વીણાનો નવમો ક્રમ આવેલ છે અને આગામી દિવસોમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણીના હસ્તે તેઓનું સન્માન કરવામાં આવશે આ ક્વિઝમાં ગુજરાતની સંસ્કૃતિકલા-સાહિત્ય,વારસો,ઇતિહાસભૂગોળ અને સ્થાપત્ય આધારિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ ક્વિઝમાં કુંતાસીનાં કુલ ચોવીસ બાળકોએ ભાગ લીધો હતી અને શાળા સમય બાદ પણ શાળાએ આવી ખૂબ મહેનત કરી હતી. આ દરમિયાન શાળાના શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ બાળકોને સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.




Latest News