મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં લાખોની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બંને આરોપી જેલ હવાલે કરાયા


SHARE





મોરબીમાં લાખોની છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મહિલા સહિત બંને આરોપી જેલ હવાલે કરાયા

મોરબીમાં આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા યુવાનના પિતાને જુદીજુદી સ્કીમમાં રૂપિયા રોકવા માટે લાલચવીને દિલ્હીમાં રહેતી મહિલા સહિત બે શખ્સ દ્વારા છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી યુવાને ૫,૬૧,૯૪૯ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે મહિલા સહિતના બે આરોપીની ધરપકડ કરેલ હતી અને રિમાન્ડ મેળવાયા હતા જે રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીની સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતા વિશાલભાઈ નાનજીભાઈ મકવાણાએ દિલ્હીની મધુ શર્મા અને મહમદ અરશદ નામના બે વ્યકતીની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેમણે જણાવ્યું હતુ કે ૧/૧/૨૦૨૧ થી લઈને ૨૬/૪/૨૦૨૧ દરમિયાન આરોપીઓએ તેના પિતા હયાત હતા ત્યારે તેઓની સાથે ફોન ઉપર વાત કરીને જુદી જુદી સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી અને તેની સાથે વિશ્વાસ કેળવીને તેના પિતા પાસેથી ૫,૬૧,૯૪૯ રૂપિયા બેંકમાં જમા કરાવ્યા હતા જે રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી તથા તેના મૃત પિતાની સાથે બન્નેએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આ ગુનામાં મધુબેન મહેશભાઇ શર્મા (૪૧) અને મહોમ્મદઅરશદરજા જમીનદાર ખાનની ધરપકડ કરેલ હતી અને રિમાન્ડ મેળવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે




Latest News