મોરબીના ઘુટુ ગામેથી ત્રણ વર્ષના બાળકનો અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્ય શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ કાકી-ભત્રીજાનું મોત


SHARE





હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલ કાકી-ભત્રીજાનું મોત

હળવદના સુસવાવ પાસે બોલેરો ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતી અને તેના ભત્રીજાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ કાકી અને ભત્રીજાને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બંનેના મોત નિપજ્યાં છે

હળવદના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેના પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા (૨૭) અને ભત્રીજા હાર્દિક સંજયભાઈ (૭) સાથે સુસવાવ ગામે લગ્ર પ્રસંગમાં ગયા હતા અને ત્યાથી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા ત્યારે સુસવાવ નજીક બોલેરોના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી ત્રણેયને ઈજાઑ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, જયાબેન અનિલભાઈ સુરેલા અને તેના ભત્રીજા હાર્દિક સંજયભાઈને વડુ ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નિજપ્યું છે જેથી કરીને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને અકસ્માત સર્જીને બોલેરો ચાલક નાસી છુટ્યો છે જેથી પોલીસે અકસ્માતના આ બનાવમાં ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News