મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ


SHARE







મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘર પાસે ચપ્પલ ફેંકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જે અંગે ભોગ બનેલા વૃદ્ધાએ ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ ન્યુ આદર્શ સોસાયટી ખાતે રહેતા શારદાબેન મુકેશભાઈ પાંચોટિયા જાતે પટેલ નામના ૬૫ વર્ષના વૃદ્ધાએ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઇ રબારી, તેમના પત્ની મીનાબેન અને પુત્રીઓ નેહાબેન અને સુરજબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના જૂના મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મકાનની સાફ-સફાઈ કરવા માટે અને સંભાળ લેવા માટે ગયા હતા ત્યારે તેમના મકાનના ફળિયામાં કોઈના ચંપલ પડેલા હોય તે ચંપલ શારદાબેન પાંચોટીયાએ બહાર ફરતાં રમેશભાઈ રબારીએ "મારા ઘરની સામે ચંપલ કેમ ફેંકેલ છે..?" તેમ કહીને ઝઘડો કરી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને બાદમાં શારદાબેનના ઘરમાં પ્રવેશીને રમેશભાઇએ શારદાબેનને ફડાકો ઝીંકી દીધો હતો અને બાદમાં રમેશભાઈના પત્ની અને દીકરીઓએ આવીને ફરિયાદી શારદાબેનના વાળ ખેંચી મૂઢ માર મારી ઇજા પહોંચાડી હતી.હાલ શારદાબેનની ફરિયાદ ઉપરથી એ ડીવીઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ ચાર સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખરેડા ગામના ધનજીભાઈ કેશાભાઇ ડઢાણીયા નામના ૫૩ વર્ષીય આધેડ જીકીયારી ગામના ડેમના ક્રોઝવે પાસે ખરેડા-જીકીયારીની વચ્ચેથી જતાં હતા ત્યારે ૂાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરા સરોવરની પાળ પાસે કોમ્યુનીટી હોલની નજીક રહેતા કાજલબેન દેવાભાઈ સનુરા (૨૧) એ કોઈ અકળ કારણોસર એસીડ પી વેતા તેને સારવાર માટે ખસેડાયા હોય એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહીલા સારવારમાં

મોરબીના કાલીકાનગર વિસ્તારના રહેવાસી વિભૂતિબેન પ્રફુલભાઈ લાવડીયા નામના ૩૪ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગામ પાસેના ઉમિયા ભરડીયા નજીક તેઓ બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઇ વેલજીભાઈ કોટક નગરદરવાજા તરફથી પોતાના ઘર તરફ જતા હતા તે સમયે જૂના બસ સ્ટેશન પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.






Latest News