મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના હરીપર પાસે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત હોય એક બાજુનો રસ્તો બંધ


SHARE







માળીયા(મી)ના હરીપર પાસે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત હોય એક બાજુનો રસ્તો બંધ

મોરબી જીલ્લામાં નેશનલ હાઇવે ૨૮ પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ છે

મોરબી જીલ્લામાંથી નેશનલ હાઇવે ૨૭ પસાર થાય છે જે નેશનલ હાઇવે પર માળીયા તાલુકાના હરીપર ગામ નજીક રેલ્વે ઓવરબ્રીજ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે જેથી ઓવરબ્રીજ ઉપરનો એક બાજૂનો રોડ રિપેરીંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી ટ્રાફિક માટે બંધ કરેલ છે. ત્યારે પવનચક્કી, ઓવર ડાયમેન્શનલ કન્સાઈનમેન્ટ (ઓડીસી), ઓવર લોડ વાહનો (૪૦ ટનથી વધુ) જેવા મોટા વાહનોને આ માર્ગ પર ચાલવાની મંજૂરી નથી. આવા વાહનોને સુરેન્દ્રનગર, અમદાવાદ, પાલનપુર, રાધનપુરથી વૈકલ્પિક માર્ગ લેવાની સલાહ આપવામાં આવે છે અન્ય ટ્રાફિક માટે માળીયા અને સામખિયાળી વચ્ચે અમુક ભાગમાં સીંગલ રસ્તો ખુલ્લો રાખેલ હોઇ જેથી વાહન વ્યવહાર ધીમો ચાલશે.

જેથી ટ્રાફિક નિયમન અને નિયંત્રણમાં સહકાર આપવા મોરબી જીલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવેલ છે. ટ્રાફિક સરળ બનાવવા માટે સ્થાનિક પોલીસ, જિલ્લા ટ્રાફિક તથા અન્ય પોલીસ સ્ટેશનના કર્મચારી તથા પોલીસ હેડ કવાર્ટરના પોલીસ અધિકારી, કર્મચારીઓ તથા નેશનલ હાઇવેના માર્શલ વાહનો સાથે ટ્રાફિક નિયંત્રણ માટે રાખેલ છે. તેમજ વધારાની કેન્સ, એબ્યુલન્સ રૂટ પેટ્રોલિંગ વાહનો, હાઇડ્રા, જેસીબીની વ્યવસ્થા કરવામાં આવી છે.






Latest News