મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત


SHARE







મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર પેચવર્ક કરવા રજૂઆત

મોરબીના વાવડીથી માનસરના સુધીના રોડ ઉપર મોટા ગબડ પડી ગયા છે જેથી કરીને ત્યાં પેચવર્ક તાત્કાલિક કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્યો દ્વારા જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.

કરીને મોરબીના માનસર ગામે રહેતા પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમીબેન ગોકળભાઇ ચિખલીયા અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય હેમંતલાલ ઠકારશીભાઇ દેથરીયાએ જીલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ જયંતીલાલ પડસુંબીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેઓએ કહ્યું છે કે, વાવડીથી ગોર ખીજડીયા અને વનાળીયા થઈને માનસર ગામ સુધીનો રોડ ખરાબ છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે માટે ત્યાં પેચવર્ક કરવામાં આવે તે જરૂરી છે અને માનસર ગામના દર્દીઓ સરકારી યોજનાનો લાભ લઈને સારવાર લઈ શકે તે માટે જરૂરી અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ કાઢવા માટે કેમ્પ ગામમાં જ યોજવામાં આવે તેવી  માંગ કરેલ છે .






Latest News