મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન


SHARE







મોરબીની સિનિયર સિટીઝન સંસ્થા દ્રારા પીળાં પાનનો પમરાટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન

મોરબીમાં કાર્યરત સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા આગામી તા.૨-૫ ને સોમવારે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરાયુ છે જે દરમિયાન પિળા પાનનો પરમાટ વિષય ઉપર વકતવ્યનું પણ આયોજન કરાયુ હોય તેનો લાભલેવા યાદીમાં જણાવાયેલ છે.

મોરબી સિનિયર સિટીઝન સંસ્થા પ્રમુખ ડો.બી. કે.લહેરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટે માહીતી આપતા જણાવેલ છે કે આગામી તા.૨-૫ ને સોમવારના ના રોજ સવારે ૧૦ વાગ્યે શહેરના શનાળા રોડ પર આવેલી હોટલ મહેશ ખાતે સીનીયર સીટીઝન કાઉન્સીલની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે અને મીટીંગ દરમિયાન ડો.ભાવેશ બી. જેતપરીયા "પીળાં પાનનો પમરાટ" વિષય ઉપર પોતાનું વ્યાખ્યાન આપશે માટે સીનીયર સીટીઝન કાઉન્સિલના તમામ સદસ્યોને પધારવા જાહેર આમંત્રણ છે અને કાર્યક્રમ પુર્ણ થયે ભોજન સમારંભનું પણ સંસ્થા દ્રારા આયોજન કરવામાં આવેલ છે.

મામાદેવનો નવરંગ મંડપ

મોરબીમાં ડેલાવાળા મામાદેવ ગ્રુપ દ્વારા જુના મહાજન ચોકમાં સાયન્ટીફીક વાળી શેરી પાસે ડેલાવાળાં મામાદેવના ૨૪ કલાકના મોજના નવરંગ મંડવાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી તા.૭-૫ ને શનિવારના રોજ શુભ ચોઘડીયે થાંભલી રોપણ અને ભુવાના સામૈયા થશે અને સાંજે ૬:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. તા.૮ ને રવિવાર સવારે થાંભલીના વધામણા કરાશે તેમ આયોજકોએ યાદીમાં જણાવેલ છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્ર

હંમેશા સેવાના ભાવથી કાર્ય કરતી મોરબીની બે સંસ્થાઓ એટલે કે કર્તવ્ય જીવદયા કેન્દ્ર અને ક્રાંતિકારી સેના.આ બંને સંસ્થાઓ છેલ્લા ઘણાં વર્ષોથી કાર્યરત છે અને દિવસે દિવસે તેમના કાર્યક્ષેત્રનો વ્યાપ વધતો જતો હોય અને વધુ સેવા કાર્યો કરવા માટે વધુ આર્થીક સહયોગની જરૂર રહેતી બોય છે માટે આ બે સંસ્થાઓના સભ્યોએ સાથે મળીને સંસ્થાને સ્વનિર્ભર બનાવવા માટે એક પહેલ કરી છે.મોરબીની જનતાને એક અપીલ કરી છે કે પોતાના ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરે તો કેસરી ઈવેન્ટને કામનો ઓર્ડર આપી સહયોગ આપવો કેમ કે આ કેસરી ઈવેન્ટને જે કંઇ નફો થશે તે નફો આ બન્ને સંસ્થાઓના સારા કામોમાં વાપરવામાં આવશે.સંપર્ક માટે મો.૯૦૧૬૪ ૯૯૯૯૯, ૮૮૪૯૮ ૩૬૪૬૧ અથવા ૯૬૦૧૩ ૪૭૦૦૭ ઉપર ફોન કરવા જણાવાયેલ છે.





Latest News