મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને ૧.૧૨ લાખની ચોરના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો


SHARE







વાંકાનેરમાં બંધ મકાનના તાળા તોડીને ૧.૧૨ લાખની ચોરના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો

વાંકાનેર ચંદ્રપુરમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનના બંધ મકાનને અજાણ્યા તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળા તોડીને ઘરની અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને એક લાખ બાર હજારના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આગાઉ એક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ વાંકાનેર શહેરના ચંદ્રપુર વિસ્તારમાં આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા મકબલ અબ્દુલભાઇ મેસાણીયા (૩૭એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના બનાવની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના બંધ મકાનના તાળા તોડીને અજાણ્યા શખ્સોએ તેના ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કબાટમાં રાખેલો રોકડા ૪૦,૦૦૦ રૂપિયા તેમજ સોના-ચાંદીના જુદાજુદા દાગીના આમ કુલ મળીને ઘરમાંથી એક લાખ બાર હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી પોલીસે ફરિયાદ લઈને ચોરી કરનારા શખ્સોને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ હતી આ ગુનામાં પોલીસે અગાઉ દિલીપ ઉર્ફે મનોજ મંગળભાઇ ઝાલા જાતે રાજપુત દરબાર (૩૬)ની પોલીસે ધરપકડ કરેલ છે અને હાલમાં આ ગુનામાં પોલીસે વિષ્ણુ ઉર્ફે રાજુ દલપતસિંહ સોઢા જાતે રાજપુત ઉ.વ. ૪૦ રહે સણાધી જિલ્લો ખેડા વાળાની ધરપકડ કરેલ છે 






Latest News