મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ


SHARE







મોરબી નજીકથી મોબાઈલ ટાવરમાંથી બેટરી બેકઅપના ૨૪ સેલની ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડ

મોરબીના જોધપર નદી ગામ પાસે મોબાઇલ ટાવરમાં મુકવામાં આવેલ બેટરી બેકઅપના સેલ મૂકવામાં આવ્યા હતા તે ૨૪ સેલની ચોરી કરવામાં આવી છે જેથી ૨૪ હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે જે તે સમયે નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે હાલમાં આરોપીઓની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુરના મૂળ રહેવાસી અને હાલમાં લાલપર નજીક વોડાફોન ટાવર ગૌતમ સિરામિક પાસે રહેતા અશોકભાઇ લાલજીભાઈ રાઠોડ (ઉંમર ૩૭) એ પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેણે જણાવ્યું હતું કે ગત તા૬/૩ ના રાતના અગિયાર વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોરબી તાલુકાના જોધપર નદી ગામ પાસે વાઘજીભાઈ બેચરભાઇની વાડીએ મૂકવામાં આવેલ ઇન્ડઝ કંપનીના મોબાઈલ ટાવરમાંથી અમરારાજા કંપનીની બેટરી બેકઅપના ૨૪ સેલ જેની કિંમત કુલ મળીને ૨૪ હજારના મુદ્દામાલની આરોપીઓએ ચોરી કરી હતી જેથી અશોકભાઈ રાઠોડની ફરિયાદ લઈને મોરબી તાલુકા પોલીસે આ ગુનામાં હાલમાં પ્રકાશભાઇ દિપકભાઇ ખીમસુરીયા (ઉ.૨૫) રહે. નાની લાખાવાડતાલુકો જશદણકિરણભાઇ કલાભાઇ મકવાણા (ઉ.૨૭) રહે. ખડવાવડી તાલુકો જશદણ અને લાલજીભાઇ ઉર્ફે અમીતભાઇ મનસુખભાઇ ચૌહાણ (ઉ.૨૬) રહે. ખડખડ તાલુકો વડીયા વાળાની ધરપકડ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ત્રણ શખ્સો ચોરાઉ મુદામાલ અમરેલી જીલ્લામાં સ્થાનિક પોલીસે થોડા સમય પહેલા પકડ્યા હતા તેનો કબ્જો લઈને મોરબી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News