હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે સર્વપિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત સપ્તાહમાં ધામધુમથી ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવાયો


SHARE











મોરબીમાં જલારામ મંદિરે સર્વપિતૃ મોક્ષાર્થે ચાલતી ભાગવત સપ્તાહમાં ધામધુમથી ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવાયો

મોરબીમાં જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા માટે લોહાણા મહાજન-મોરબી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ-મોરબી, શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી, સમસ્ત પોપટ પરિવાર, શ્રી રઘુવંશી મહિલા મંડળ, શ્રી દરીયાલાલ જન્મોત્સવ સમિતી, શ્રી દરિયાલાલ મંદીર જીર્ણોધ્ધાર સમિતી, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ, શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ ,યુવા આર્મિ ગૃપ સહીતની સંસ્થાના અગ્રણીઓ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે ત્યારે ગઇકાલે કથામાં ધામધુમથી ક્રુષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો

મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ગત તા.૨૪ રવિવાર ચૈત્ર વદ નોમ થી તા.૩૦ શનિવાર ચૈત્ર વદ અમાસ દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ જલારામ પ્રાર્થના મંદિર ખાતે આયોજન કરવામા આવ્યું છે જેમા વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરી બેન (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) તેની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવી રહ્યા છે અને ભાગવત સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગો પણ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે ગઇકાલે કૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં શ્રોતાઓ તેમાં જોડાયા હતા આ શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે સ્વ. શોભનાબેન હસમુખરાય પંડિત પરિવાર, જયંતિભાઈ વિરચંદભાઈ પોપટ પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, રમેશભાઈ મણીલાલભાઈ બુધ્ધદેવ પરિવાર, સ્વ.નરશીદાસ દેવકરણભાઈ સોમૈયા પરિવાર, કિર્તીકુમાર ત્રિભોવનદાસ પાવાગઢી પરિવાર, નરશીભાઈ મોતીભાઈ આહ્યા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, ધર્મેશભાઈ શાંતિલાલ દક્ષિણી પરિવાર, સ્વ.હીરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ. ગોવિંદભાઈ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, સ્વ.કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ પરિવાર, અતુલભાઈ મહેન્દ્રભાઈ કાનાબાર પરિવાર બિરાજમાન થયેલ છે.

આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ દરમિયાન મહાપ્રસાદ ચંદ્રિકાબેન લાલજીભાઈ કારીયા પરિવાર, બાબુલાલ જગજીવનભાઈ છગાણી પરિવાર, વિપુલભાઈ કાંતિલાલ કક્કડ પરિવાર, સ્વ. હિરાલાલ મુળજીભાઈ ચંદારાણા પરિવાર, સ્વ. છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર, સ્વ.રસિકભાઈ ધનજીભાઈ કાનાબાર પરિવાર, બટુકભાઈ નરભેરામભાઈ ચંદારાણા પરિવાર, ધીરજલાલ દયાળજીભાઈ કાથરાણી પરિવાર, કનુભાઈ મગનલાલ ચંદારાણા પરિવાર સહીતના પરિવારોના સહયોગથી યોજાઈ રહ્યો છે. વધુ માહિતી માટે શ્રી જલારામ મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા અને જલારામ મંદિર મહીલા મંડળનો સંપર્ક કરવા માટે જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે જણાવ્યુ છે






Latest News