મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

માળીયાના સરવડ ખાતે તાલુકા આરોગ્ય મેળાને ખુલ્લો મુકતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE







માળીયાના સરવડ ખાતે તાલુકા આરોગ્ય મેળાને ખુલ્લો મુકતા મંત્રી બ્રિજેશભાઇ મેરજા

સમગ્ર રાજ્યમાં તાલુકા સ્તરે તાલુકા આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં સરવડ ખાતે આરોગ્ય મેળાનું તા.૨૧ એપ્રિલ, ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં મોરબી-માળીયાના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ આરોગ્ય મેળાને ખુલ્લો મુક્યો હતો.આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં તમામ તાલુકા મથકોએ આરોગ્ય મેળાઓ યોજાઇ રહ્યા છે. આપ સૌને આરોગ્યની સુખાકારી મળે તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય મેળા થકી રાજ્ય સરકાર લોકોની સુખાકારીમાં વધારો થાય તેમજ આયુષ્માનભારત કાર્ડ, કોરોના રસીકરણ, લેબોરેટરી, ચિકિત્સા અને નિદાન નિરામય ગુજરાત અંતર્ગત ચેપી અને બિનચેપી રોગોનું નિદાન સહિતની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે.

વધુમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ આરોગ્ય અંગે વિશેષ ચિંતિત છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ રાજ્યમાં લોકોનું આરોગ્ય વધુ સારુ બની રહે તે માટે તાલુકા સ્તરે આરોગ્ય મેળાઓ યોજી રહ્યા છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તાલુકા સ્તરે જ લોકોને આરોગ્યની વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે આરોગ્ય મેળાઓ યોજાઇ રહ્યા છે. આ તકે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ઉપસ્થિત લોકોને વ્યસન મુક્ત થવા અપીલ કરી હતી.આરોગ્ય મેળામાં વિનામુલ્યે તપાસ, વિનામુલ્યે દવાઓ, હેલ્થ આઇડી, આયુષ્યમાનભારત કાર્ડ, ટેલી કન્સલ્ટેશન, ડાયાબિટીસ, હાઇ બી.પી., મોતીયાબિંદની તપાસ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સરવડ ખાતે યોજાયેલ તાલુકા આરોગ્ય મેળામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ જે. ભગદેવ, અગ્રણીશ્રીઓ મણીલાલ સરડવા, બાબુભાઈ હુંબલ, અશોકભાઈ બાવરવા, નવનીતભાઈ સરડવા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મેડીકલ ઓફીસરશ્રીઓ હાર્દિક રંગપરીયા, ડી.જી. બાવરવા. નિરાલી ભાટીયા સહિત માળીયા તાલુકાના આરોગ્ય સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News