મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

ટંકારામાં આવેલ ઓઇલ મિલની ઓફિસની અંદર આધેડે થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૦ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે અને વ્યાજખોરોને તેના પૈસા અને વ્યાજની રકમ આપી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા રૂબરૂ મળીને અવાર નવાર પૈસા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ફરિયાદીના પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે માટે હાલમાં પોલીસે ૧૦ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ટંકારામાં લક્ષ્મી સોસાયટી શેરી નં-૧૬ માં રહેતા કિશનભાઇ જગદીશભાઈ જીવાણી (ઉંમર ૨૪) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ બાબુભાઈ મસોત રહે. લજાઈ, દિલુભા કણુભા ઝાલા ગુરુકૃપા ફાયનાન્સ મોરબી, બાબાલાલ બોરીચા રહે. મીતાણા, વિક્રમ જેઠાભાઇ બોરીચા રહે. મિતાણા, માંડાભાઇ ભરવાડ રાજશક્તિ પાન ટંકારા, દિપકભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, સંજયભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, નવઘણ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા,  મુન્નાભાઈ તલાશવાળા રહે. રામપર અને ભલાભાઇ ધારાભાઇ ભરવાડ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાની સામે પોતાના પિતાને મળવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. 

જેમાં ફરિયાદીએ લખવ્યું છે કે, તેના પિતાએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને પૈસા તેમજ મુદ્દલ આપી દીધેલ હોવા છતાં પણ અવારનવાર વ્યાજખોરો દ્વારા તેને રૂબરૂ મળીને પૈસા તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને તેના પિતાએ ગત તા.૧૮/૪/ ના રોજ પ્રભુ ચરણ આશ્રમ પાસે આવેલ તેના મિત્રની રાજેશ્વરી ઓઇલ મીલની ઓફિસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ૧૦ વ્યાજખોરોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૫૦૬(૨) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News