મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રકના છાંયામાં બેઠેલ વૃદ્ધા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત


SHARE







વાંકાનેરના રાતાવિરડા પાસે ટ્રકના છાંયામાં બેઠેલ વૃદ્ધા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જતાં ઘટના સ્થળે જ મોત

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં પાર્ક કરી મૂકવામાં આવેલ ટ્રક પાસે છાંયામાં મહિલા બેઠી હતી ત્યારે ટ્રક ચાલકે આગળ જોયા વગર ટ્રકને ચલાવતા આગળ બેઠેલા મહિલા ઉપર ટ્રકના તોતિંગ વ્હીલ ફરી વળ્યા હતા જેથી કરીને કમર અને શરીરે ગંભીર ઈજા પામેલ મહિલાનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક મહિલાના દીકરાએ ટ્રક ચાલકની સામે ફરીયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે રાતાવિરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રકમાંથી નંબર જીજે ૩૬ ટી ૫૮૮૭ ના છાયામાં પપીબેન ઉર્ફે ગંગાબેન સમજૂનાથ રાઠોડ જાતે મદારી (ઉંમર ૭૦) બેઠા હતા ત્યારે ટ્રક ચાલકે આગળ જોયા વગર પોતાના ટ્રકને ચલાવ્યો હતો જેથી કરીને ટ્રકની આગળના ભાગમાં છાયામાં બેઠેલ પપીબેન ઉપર ટ્રકના વ્હીલ ફરી ગયા હોય તેને કમરના ભાગે અને શરીરમાં ગંભીર ઇજાઓ થઇ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી હાલમાં મૃતક મહિલાના દીકરા ધીરૂનાથ સમજૂનાથ રાઠોડ (ઉંમર ૪૨) રહે. મકનસર મદારીવાસ વાળાએ ટ્રકચાલકની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News