મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા કાલે ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે


SHARE







મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા કાલે ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે

મોરબી તેમજ વાંકાનેર સહિત જીલ્લામાં આવતી કાલ તા.૧૬-૪ ને શનિવારના રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વેલનાથબાપુની જન્મજયંતી નિમિતે શોભાયાત્રાના આયોજનો કરવામાં આવેલા છે.જેમાં શોભાયાત્રા, સભા સંબોધન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાનાર હોય બહોળી સંખ્યામાં કોળી સમાજને જોડાવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
મોરબી, માળીયા(મી.), હળવદ, વાંકાનેર તેમજ ટંકારા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો વસવાટ કરે છે.કોળી સમાજ દ્વારા દર વર્ષે વેલનાથ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરતો હોય છે જે મુજબ આવતી તા.૧૬-૪ ને શનિવારના રોજ પણ વેલનાથ જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં શોભાયાત્રા સવારે ૮ વાગ્યે સ્ટેશનરોડ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળશે જે બાદમાં સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, પરાબજાર, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ થઇને મોરબીના  સામાકાંઠે જશે ત્યાં ત્રાજપર ચોકડી ,કુબેર સિનેમા પાસે થઇને સો ઓરડીમાં સમાજની બોર્ડિંગ ખાતે બપોરે પુર્ણ થશે.બાદમાં મોરબી-૨ જિલ્લા સેવાસદન પાછળ આદર્શ નિવાસ શાળાના ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન અને મહાપ્રસાદ યોજાશે.જેમાં હળવદ-ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા સહીતના આગેવાનો હાજર રહેશે.

વાંકાનેરમાં વેલનાથબાપુ અને હનુમાન જન્મ જયંતી નિમિતે શોભાયાત્રા

વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્રારા જણાવાયેલ છે કે તા.૧૬ ને શનિવાર સવારે ૮ વાગ્યે વેલનાથબાપુ જન્મ જયંતી અને હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સોભાયાત્રા યોજાશે. જે નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિરના પૂજ્ય ભૂવા પરશોતમભાઈ બાવરવાના શુભ હસ્તેથી પ્રસ્થાન થઇ હસનપર, શક્તિપરા, મિલપ્લોટ, વીસીપરા થઇ ધમલપર નં.૨ વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.




Latest News