વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કાલે વર્ચ્યુયલ જોડાશે


SHARE







મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કાલે વર્ચ્યુયલ જોડાશે

મોરબીના ભરતનગરથી બેલા ગામ તરફ જવાના રસ્તા ઉપર ખોનુખરા હમામ ન હરિહર ધાઆવેલ છે ત્યાં ગુજરાતના ગૌરવસમી ગુજરાતની સૌથી ઊંચી ૧૦૮ ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા મૂકવામાં આવી છે જેનું અનાવરણ ત્યાં ચાલતી રામકથાના પહેલા જ દિવસે કરવામાં આવ્યું હતું અને આ કથામાં કાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુયલ જોડાવાના છે

ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે કનકેશ્વરીદેવીજીના વ્યાસાશને રામકથા ચાલી રહી છે અને દરરોજ લાખોની સંખ્યામાં પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે લોકો રામકથાનું રસપાન કરી રહ્યા છે અને કથામાં આવતા ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવી રહ્યા છે. અને રોજ કથા સાંભળવા માટે ખોખર હનુમાન હરિહર ધામ ખાતે આવતા હજારો ભાવિકો કથાશ્રવણ સાથે મહાપ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહીત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌ શાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

આ કથાના નવમા અને અંતિમ દિવસે તા ૧૬ ને શનિવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી કથામાં વર્ચ્યુયલ હાજર રહેવાના છે અને સવારે ૧૧ વાગ્યાથી સતત ૪૫ મિનીટ સુધી વરચ્યુલી કથામાં જોડાશે અને સંબોધન કરશે અને ખોખરા હનુમાન સમિતિ દ્વારા હનુમાન જયંતિ પણ ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યુ છે તેમજ રાત્રે સંતવાણીના કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ ભજનીક કિર્તીદાન ગઢવી અને તેનું ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે જેથી કરીને તમામ ભાવિકોને તેનો લાભ લેવો આયોજનના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયા તેમજ હરિહરધામ સેવા સમિતિ ખોખરા હનુમાન દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News