મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ


SHARE







વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર મુકાયા: ૧૯ મીએ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ આગાઉ મતગણતરી કરવામાં આવી હતી જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ હતી માટે ૩૧ મતની ગણતરી હજુ થયેલ ન હતી જો કે, ચાર પિટિશન કરી હતી તેનો નિકાલ કરવામાં આવ્યો છે જેથી હાલમાં વાંકાનેર યાર્ડમાં વહીવટદાર મૂકવામાં આવેલ છે અને આગામી ૧૯ મી તારીખે જે ૩૧ મતોની ગણતરી કરવાની બાકી છે તેમાંથી ૧૮ મતનોને ગણવામાં આવશે અને બાકીના ૧૩ મતોની પિટિશન કોર્ટે રદ કરી છે માટે તેને ગણવામાં આવશે નહિ

મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ગત જાન્યુઆરી માહિનામાં યોજાઇ હતી જો કે, જુદીજુદી મંડળીના મત માટે બંને પક્ષેથી પિટિશન કરવામાં આવી હતી જેથી કરીને ત્રણ મંડળીના ૩૧ મતને ગણવામાં આવ્યા ન હતા જેથી કરીને વાંકાનેર માર્કેટ યાર્ડના શાસકોએ વહીવટદાર ન મુકાય તે માટે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી જે પિટિશન સહિતની કુલ મળીને ચાર પિટિશન કરવામાં આવી હતી તેનો નિકાલ કરવામાં આવેલ છે અને હાઈકોર્ટમાં કરવામાં આવેલ પિટિશનમાંથી પલાસ મંડળીના ૧૮ મત ગણવામાં આવશે જો કે, પંચાસિયા ૧૦ અને તીથવા મંડળીના ૩ આમ કુલ મળીને ૧૩ મત માટે જે પિટિશન કરી હતી તેને રદ કરવામાં આવી છે અને આગામી તા ૧૯/૪ ના રોજ તે મતની ગણતરી કરવામાં આવશે ત્યાર બાદ વાંકાનેર યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે જો કે, હાલમાં વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદારને મૂકવામાં આવેલ છે






Latest News