મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જુગાર રમતા 8 મહિલા સહિત કુલ 9 વ્યક્તિ ઝડપાયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા પહેલા સાવધાન: ટંકારાના લજાઈ ગામે રહેતા યુવાને કુરિયર કંપનીના ગુગલમાંથી કસ્ટમર કેર નંબર મેળવીને માત્ર 5 રૂપિયાનું ટ્રાન્જેક્શન કરતા ખાતામાંથી 4.42 લાખ ઉપડી ગયા ! હળવદના ચરડવા પાસે ડબલ સવારી બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત, ઇજાગ્રસ્ત દંપતી સારવારમાં માળીયા (મી)ના પંચવટી ગામના પાટીયા પાસે બનેવીના ભંગારના બેસવા ગયેલ સાળા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો મોરબીમાં ધોળા દિવસે યુવાનનું અપહરણ થતા બચાવવા ગયેલા તેના સગા ભાઈ ઉપર 3 શખ્સોએ કર્યો છરી વડે હુમલો મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે બેઠક યોજાઇ


SHARE







મોરબીમાં આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે ધો. ૧૦ ના વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે બેઠક યોજાઇ

મોરબીના શકત શનાળા ગામે આવેલ સરસ્વતી શિશુમંદિર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ ના ધો,૧૦ ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ સાથે શુભેચ્છા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં માધ્યમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી દક્ષાબેન અમૃતિયાએ પ્રસ્તાવના રજૂ કરી જેમાં વિદ્યાર્થીઓ સાથેના તેમના અનુભવો શેર કર્યા હતા તેમજ આ વિદ્યાલયએ પ્રકૃતિમાંથી ઉઠાવી સંસ્કૃતિ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે તેવી વાત કરી હતી. ત્યાર બાદ ડૉ વિજયભાઈ ગઢીયાએ ધો.૧૦ પછી શું તે અંગે ખૂબ સારી રીતે કારકિર્દી ઘડતર થાય તેવું માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલકજી જયંતીભાઈ ભાડેશિઆએ ખૂબ હળવી શૈલીમાં ઉદાહરણ સાથે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી તેમજ વિદ્યાલયના મંત્રી જયંતીભાઈ રાજકોટીયાએ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી રાષ્ટ્રનું કાર્ય કરો અને જીવનમાં આગળ વધો તેવી શુભકામનાઓ પાઠવી હતી




Latest News