મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા


SHARE







મોરબીના ખોખરા ગામ હનુમાન ખાતે આયોજિત કથામાં મુખ્યમંત્રી પહોંચ્યા

મોરબી નજીકના બેલા ગામે પૂજ્ય કનકેશ્વરી દેવીના આશ્રમ ખાતે ૧૦૮ ફુટની હનુમાન મૂર્તિનું અનાવરણ સીએમના દ્રારા કરવામાં આવ્યું છે અને ત્યાં રામકથાનું આયોજન તા.૮-૪ થી ૧૬- સુધી કરવામાં આવેલ હોય આજે તારીખ ૧૧ ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. તે રીતે જ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કૈલાશ વિજયવર્ગીય સહિતના આગેવાનોની હાજરી નોંધનીય રહી હતી.

આજે તા.૧૧ ના રોજ કથા ખાતે ગૌ મહિમા ધર્મસભાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં દુનિયાની સૌથી મોટી ગૌશાળા સ્થાપીત કરનાર ગૌઋષી દતશરણાનંદજી મહારાજ પણ કથામાં પધાર્યા હોય ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કથાનો લાભ લઇ રહ્યા છે.આયોજકો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોરબીના ખોખરા હનુમાન હરીહર ધામ ખાતે પુ.કનકેશ્વરી દેવીની કથામાં લોકો આવી શકે અને તે માટે શ્રોતાઓ માટે મોરબીના સર્વોપરીશૈક્ષણીક સંકુલ દ્વારા બસ સુવિધા કરવામાં આવી છે.જેમાં તેઓની સ્કૂલ બસ નંબર ૮ કે જેના બસ નંબર જીજે ૩ બીટી ૩૦૧૯ છે તે દરરોજ સવારે ૮:૧૫ વાગ્યેથી સતત ચાલતી રહેશે.ભરતનગર ગામથી કથા સ્થળ સુધી અને કથાસ્થળથી ભરતનગર ગામ સુધી કથાના તમામ દિવસો સુધી આ બસો ચાલતી રહેશે તેમ તેઓ દ્વારા જણાવવામાં આવેલું છે.




Latest News