મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ


SHARE







મોરબીના ખોખરા હનુમાન મંદિરે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિનું અનાવરણ: રામકથાની ભવ્ય પોથીયાત્રા યોજાઇ

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે આજથી રામકથાનો પ્રારંભ થયો છે ત્યારે મોરબીના બેલા ગામેથી ખોખરા હનુમાન મંદિર સુધીની ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પોથીયાત્રામાં ત્રણ હાથી અને ૫૧ ઘોડાને રાખવામા આવ્યા હતા તેમજ સંતો મહંતો, રાજકીય આગેવાનો, ગામના લોકો, સમાજના શ્રેષ્ઠિઓ સહિતના અનેક લોકો જોડાયા હતા અને બેલા ગામથી લઈને ખોખરા હનુમાન સુધી વાજતે ગાજતે પોથીયાત્રા પહોંચી હતી અને ત્યારબાદ સંતો-મહંતો સહિતના લોકોના હસ્તે ભારતની બીજી અને ગુજરાતની પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની પ્રતિમાને ખુલ્લી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ રામકથાની અંદર ૧૧મી તારીખે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ હાજર રહેવાના છે તેમજ તા ૧૬ ના રોજ હનુમાન જયંતીના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે આ કથાની સાથે જોડવાના છે તેની સાથે સાથે તે દિવસે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ  સી.આર.પાટિલ, મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિતના અનેક રાજકીય આગેવાનો કથા દરમ્યાન કથાકાર અને સંતોના આશીર્વાદ લેવા માટે તેમજ કથા શ્રવણ કરવા માટે આવશે તેવું કથાના મુખ્ય યજમાન અજયભાઇ લોરીયાએ જણાવ્યુ છે




Latest News